ભારત સરકારના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આપણા ઘર આંગણે સુરતના વનિતા વિશ્રામ ખાતે ‘હુનર હાટ’નો રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની આત્મનિર્ભર યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના વિવિધ પ્રાંતોની દેશી બનાવટની મૂલ્યવાન કલા કૌશલ્યવાન ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી સુરતના સુરતીઓ કરી રહ્યા છે. આ યોજના થકી લાખો કારીગરોને રોજીરોટી મળી રહી છે. વિસરાઈ ગયેલી પ્રાચીન કલાને જીવંત કરવાનું ભારત સરકારનું સપનું સાકાર થઇ રહ્યું છે. ભારતી અસલી પહેચાન એની પ્રાચીન તસ્વીરનાં દર્શન થઇ રહ્યાં છે એ સાથે સ્વાદના શોખીનો સહિતની પરિવાર સાથે મજા લૂંટી રહ્યા છે.
દરેક પ્રાંતની વિશિષ્ટ વાનગીના સ્ટોલ પર ભીડ જોવા મળી. 10 દિવસ સુધી ચાલનારા આ હુનર હાટના મેળામાં મુંબઇ નગરીના જાણીતા બોલિવુડના કલાકાર વિશાળ ભવ્ય મંચ પરથી મનોરંજન પીરસી રહ્યા છે. રવિવારે સુદેશ ભોંસલેએ એની ગાયકી દ્વારા લોકોનાં મન જીતી લીધાં. અમિતાભ પ્રેમી સુદેશ ભોંસલેએ ગીત સંગીત સાથે ડાયલોગબાજી, એકશન, કોમેડીથી લોકોને ઘેલાં કરી મૂકયાં. ‘હમ’ ફિલ્મના ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીત પર ખૂબ નાચ્યા અને સુરતીલાલાઓને પણ નચાવ્યા. અહીં એક વાર મુલાકાત લેવા જેવી છે. એની કોઇ ફી નથી. ટુ વ્હીલર, ફોર વ્હીલર પાર્ક કરવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થા સાથે બંદોબસ્ત જળવાઈ રહ્યો છે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.