Vadodara

શહેરીજનોને હવે કોરોનાની બીક રહી નથી

વડોદરા : વડોદરા શહેરમાં વીતેલા 24 કલાકમાં કોરોનાં પોઝિટિવના નવા 13 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,465 ઉપર પહોંચ્યો છે. બુધવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,259 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 13 પોઝિટિવ અને 5,246 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 95 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 90 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 5 દર્દીની હાલત ગંભીર છે. જેમાં ઓક્સિજન ઉપર 4 અને 1 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 305 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

સયાજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 23 દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત શંકાસ્પદ ચિકનગુનિયાના 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.મલેરિયાના 110 સેમ્પલમાં એકપણ પોઝિટિવ આવ્યો ન હતો. ઓપીડી વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેટલાક દર્દીઓ માસ્કવિના  કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

23 દિવસમાં વિદેશમાંથી 2173 પ્રવાસીઓ આવ્યા

વિશ્વમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે ભારતમાં ઓમિક્રોનના કેસો વધીને 32  થયા છે. જ્યારે ગુજરાતમાં 4 કેસ નોંધાયા છે. જેના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે વડોદરા શહેરમાં ગત 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન કુલ 2173 પ્રવાસીઓ વિદેશમાંથી આવ્યા છે.જેમાંથી હાઈરિસ્ક દેશોમાંથી 655 જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાની માહિતી મળવા પામી હતી.હાઈરિસ્ક દેશોમાંથી આવેલા પ્રવાસીઓમાં 587 યુકે અને અન્ય યુરોપીયન દેશમાંથી આવ્યા છે.જોખમી મનાતા આ દેશોમાંથી આવતા પ્રવાસીઓને ગાઈડલાઈન પ્રમાણે 7 દિવસના ક્વોરેન્ટાઈન હેઠળ રખાયા છે.

ઓમિક્રોનની દહેશત અને કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન

વડોદરા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજી તરફ શહેરના મંગળબજાર ,ગેંડીગેટ ,ખંડેરાવ માર્કેટ, જેવા વિસ્તારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડે છે.અને ભરચક ભીડને કારણે સોશિયલ ડિસ્ટનસિંગ પણ જળવાતું નથી.જ્યારે કેટલાક ગ્રાહકો માસ્ક વિના કોવિડ ગાઈડ લાઈનના લીરે લીરા ઉડાવતા નજરે પડ્યા હતા. રાજ્યમાં તહેવારો બાદ કોરોનાએ પુનઃ માથું ઉંચક્યું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા ગુજરાતમાં અચોક્કસ મુદ્દત માટે રાત્રે 1 વાગ્યથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખ્યો છે.

Most Popular

To Top