Charchapatra

બોર્ડ-નિગમના નિવૃત્ત કર્મચારીઓની વ્યાજબી માંગણીને લક્ષમાં લેવી જોઈએ

ગુજરાતના બોર્ડ અને નિગમમાંથી નિવૃત્ત થયેલાં કર્મચારીઓને હાલ પેન્શન પેટે મહિને માંડ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા જ મળતા હોવાથી વધતી જતી મોંઘવારીમાં તેઓ દયનીય હાલતમાં જીવી રહ્યા છે. તેમના પેન્શનની રકમને સન્માનનીય બનાવવા તેમાં યોગ્ય વધારો કરી આપવાની માંગણી તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ને પત્ર દ્વારા કરવામાં આવી છે. આવા કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળેલી પીએફની રકમ સામાજિક ખર્ચમાં જ વપરાઈ જાય છે. વળી આવા કર્મચારીઓ પાસે એપીએલ રેશનિંગ કાર્ડ હોવાથી રેશનિંગની દુકાનમાંથી તેમને અનાજ કઠોળ કે જીવનજરૂરી ચીજ વસ્તુઓ મળતી નથી. આ સ્થિતિમાં આવા કર્મચારીઓ સન્માનનીય રીતે જીવન ગુજારો કરી શકે તેવું પેન્શન આપવું જોઈએ.
પાલનપુર  – મહેશ વી. વ્યાસ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top