પારડી: (Pardi) પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે પર ઝીંગા તળાવ પાસે લગ્ન (Marriage) પ્રસંગે મોસાળામાં હાજરી આપી પરત ઘરે ફરી રહેલા પરિવારની વાનને દમણથી (Daman) આવતી એક કારના ચાલકે અન્ય કારને (Car) ઓવરટેક કરવાની લ્હાયમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વાન ચાલકનું મોત નીપજ્યું હતું.
- દમણથી આવતા કાર ચાલકે સામેથી આવતી વાન સાથે અકસ્માત સર્જતા બંને કારનો ભુક્કો બોલી ગયો
- વાપીનો પરિવાર સોનવાડામાં લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
વાપીના વટાર ગામનો પરિવાર જમાઈ કેતન હરેશ હળપતિની વાન ન. GJ-15-CB-7736માં સાથે સોનવાડા ખાતે સબંધીના લગ્ન પ્રસંગમાં મોસાળામાં હાજરી આપવા આવ્યા હતા. મોસાળાનો વ્યવહાર પતાવી ગતરાત્રીના વાનમાં પારડીના પલસાણા કોસ્ટલ હાઇવે થઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન ઝીંગા તળાવ પાસે સામેથી આવતી કાર ન. GJ-01-KH-8458ના ચાલકે અન્ય કારને ઓવરટેક કરવાની લ્હાયમાં પૂરઝડપે ગફલત રીતે હંકારી લાવી કેતન હળપતિની વાન સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારમાં સવાર 3 બાળકો સહિત 7ને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ અને વાપીની 108ની ટીમ અને ખાનગી વાહનની મદદ વડે ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વાનચાલક જમાઈ કેતન હળપતિનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ મથકે દમણ તરફથી આવતી કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે ગોઝારો અકસ્માતમાં બંને કારના ભુક્કા બોલાઈ ગયા હતા.
એસ.ટી.ના ડ્રાઇવરનું એની જ બસ નીચે કચડાઇ જતા મોત
ઘેજ : ચીખલીના સતાડીયા ગામમાં વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે બસની આગળનો કાચ સાફ કરવા ગયેલો ડ્રાઇવર બસ ઢાળમાંથી સરકી જતા નીચે પટકાયો હતો. જેને પગલે બસના આગળના વ્હીલમાં આવી જતા ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એસટી બસના કંડકટર બીપીનભાઈ સામજીભાઈ પટેલ (રહે.સિયાદા પ્રધાનપાડા તા.ચીખલી) એ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર તેઓ સોમવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ડ્રાઇવર શશીકાંત પટેલ સાથે એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૩૭૨૯ લઈ બીલીમોરાથી સતાડીયા જવા નીકળ્યા હતા અને રાત્રીના આઠેક વાગ્યાના સમય દરમ્યાન સતાડીયા પહોંચી જમીને બસને પાર્ક કરી સુઈ ગયા હતા. દરમ્યાન મંગળવારની વહેલી સવારના આશરે ૪:૪૦ વાગ્યે એસટી બસ ડ્રાઇવર શશીકાંત કિકાભાઈ પટેલ (રહે.નાંદરખા વાંઝરી ફળીયા તા.ગણદેવી જી.નવસારી) એસટી બસ લઈ સતાડીયાથી બીલીમોરા જવા માટે નીકળવાના હતા અને બસ ચાલુ કરી હતી. દરમ્યાન વહેલી સવારના સમયે ગાઢ ધૂમમ્સને કારણે બસની આગળના કાચ સાફ કરવા માટે ડ્રાઇવર શશીકાંત પટેલ ગયા હતા. તે વખતે બસ ઢાળમાંથી રણકી જતા કાચ સાફ કરવા ચઢેલા ડ્રાઇવર નીચે પડી જતા બસના આગળના વ્હીલમાં આવી જતા ધસડાઈ બસ સાથે ગટરમાં પટકાયા હતા. જેને પગલે જેસીબી મશીન લાવી એસટી બસને ઊંચકી ડ્રાઇવરને બહાર કાઢી ૧૦૮ ને બોલાવી ચેક કરતા ડ્રાઇવર શશીકાંત પટેલને માથા તથા પેટના ભાગે ઇજા થતા ૧૦૮ ઉપરના ફરજ પરના કર્મચારીએ મૃત જાહેર કર્યા હતા. બનાવની વધુ તપાસ હે.કો.નેહલભાઈ મંગુભાઇ કરી રહ્યા છે.