Sports

ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે રવિન્દ્ર જાડેજા, જાણો કારણ

મુંબઈ: હાલમાં ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) જે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં (All rounder) સામેલ છે તે ટેસ્ટ ક્રિકેટને (Test Cricket) અલવિદા (Retirement) કહી શકે છે. જાડેજા છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે અને તેના રેકોર્ડ પણ શાનદાર છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં પોતાના પ્રદર્શનથી તેણે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે. જોકે, કેટલાક સમયથી તે ઈજાઓથી (Injury) પરેશાન છે અને તેના કારણે તેને એક-બે વખત ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર રહેવું પડ્યું છે. 

છેલ્લાં એક દાયકાથી ભારતીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે. એક અહેવાલ અનુસાર ક્રિકેટના શોર્ટ ફોર્મેટ વન-ડે અને ટી-20માં પોતાના કેરિયરને લંબાવવા માટે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ અગાઉ રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાના કારણે તે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ટેસ્ટ ટીમનો પણ ભાગ નથી. સફેદ બોલ ક્રિકેટમાં વધુ સમય રમવા માટે જાડેજા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. આનો અર્થ એ છે કે તે ODI અને T20 ફોર્મેટમાં રમશે, પરંતુ ભાગ્યે જ સફેદ જર્સીમાં મેદાન પર રમતા જોવા મળી શકે છે.

રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ભારત માટે 57 ટેસ્ટ, 168 વનડે અને 55 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેના ખાતામાં 2195, 2411, 256 રન છે, જ્યારે તેણે ત્રણેય ફોર્મેટમાં 232, 188 અને 46 વિકેટ લીધી છે. જાડેજાએ ટેસ્ટમાં સદી ફટકારી છે, જ્યારે 17 વખત તેણે ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તે જ સમયે, ODI ક્રિકેટમાં જાડેજાએ 13 અડધી સદી મારી છે.

Most Popular

To Top