Dakshin Gujarat

વાપીના યુવકને વોટ્સએપ પર મહિલા સાથે થયેલી મિત્રતા ભારે પડી

વાપી: (Vapi) વાપીના યુવકને વોટ્સએપ (Whatsapp) પર મહિલા સાથે થયેલી મિત્રતા (Friendship) ભારે પડી હતી. યુવક અને મહિલા વચ્ચેના સંબંધો વધતાં આ મહિલાએ તેની પાછળ પાગલ થયેલા લપુડા યુવકને એક દિવસ ફ્લેટમાં બોલાવી તેની સાથે અંગતપળો પણ માણી હતી. જેની વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. જેના દ્વારા મહિલાએ યુવકને બ્લેકમેઈલ (Blackmail) કરવા રૂ.5 લાખ માંગ્યા હતા. જો આ રૂપિયા ન આપશે તો તેના પરિવારને વીડિયો ક્લિપ બતાવી દેવાની ધમકી પણ આપી હતી. જેને લઈ યુવકે ટાઉન પોલીસ મથકે મહિલા અને તેના સાથી શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં મહિલાને સાથ આપનાર પુરૂષ મિત્રની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે.

વાપીના ટાઉન પોલીસ વિસ્તારમાં રહેતા એક સામાન્યવર્ગના યુવકના મોબાઈલ પર થોડા દિવસ પહેલા એક મહિલાએ મેસેજ કર્યો હતો. બાદમાં યુવક અને મહિલા વચ્ચે મોબાઈલ પર વાતચીતનો દોર વધુ લંબાતા મિત્રતાની બી રોપાયા હતા. જેને લઈ બંને વચ્ચે ગાઢ પ્રેમસબંધ પણ બંધાઈ ગયો હતો. મહિલા સાથેની ગાઢ મિત્રતામાં યુવક પ્રેમાં પાગલ બની ગયો હતો. જેનો લાભ લઈ મહિલાએ તેના એક પુરૂષ મિત્રનો સાથ લઈ યુવકને એક ફ્લેટમાં બોલાવ્યો હતો. જ્યાં બંને જણાએ શારીરિક સબંધો પણ બાંધ્યા હતા. જેનો વીડિયો ક્લિપ પણ બનાવી લીધો હતો. બાદમાં યુવક અને મહિલા છૂટા પડી ગયા હતા. થોડા દિવસો બાદ મહિલાએ પોતાનું અસલ પોત પ્રકાશ્યુ હતું.

મહિલાએ યુવકને તેની સાથે માણેલી અંગતપળના વીડિયો બતાવ્યા હતા. આ અંગતપળના વીડિયો યુવકના પરિવારને બતાવી દેવાની ધમકી આપી મહિલાએ તેની પાસે રૂ.5 લાખ માગ્યા હતા. સામાન્યઘરના યુવક પાસે આટલી મોટી રકમ ન હોવાથી તે ગભરાઈ ગયો હતો. છેવટે હિંમત કરી યુવક ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં તેણે પોલીસ સમક્ષ તમામ ઘટના વર્ણવી હનીટ્રેપમાં ફસાવનાર મહિલા અને તેને મદદ કરનાર એક પુરૂષ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલાને સાથ આપનાર તેના મિત્રની પોલીસે ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
તપાસ દરમિયાન પોલીસે આ પ્રકરણમાં મહિલાને સાથ આપનાર પુરૂષમિત્ર લલિત સોની (રહે. વાસ્તવ પાર્ક, વાપી)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવકને હનીટ્રેપમાં ફસાવનાર મહિલાની શોધખોળ માટે પોલીસે ટીમ બનાવી કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top