SURAT

સુરત: ભાગળ મોચીની ચાલનું ડિમોલિશન રાત્રે પણ ચાલુ, ત્રણ જ દિવસમાં જગ્યાનો કબજો GMRCને સોંપાશે

સુરતઃ (Surat) રાજમાર્ગ (Raj Marg) પર મેટ્રો રેલના (Metro Rail) અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન વિવાદ વચ્ચે મનપા દ્વારા શુક્રવારે ચાલુ કરાયું હતું, જે રાત્રે પણ સતત ચાલુ રાખી રાઉન્ડ કલોક ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં ઉગ્ર વિરોધ બાદ બીજા દિવસે કોઇ હોબાળા વગર કામગીરી ચાલુ રહી હતી. આ ચાલને ખાલી કરાવી દેવાઇ છે. દરમ્યાન શનિવારની રાત્રે પણ ડિમોલિશન (Demolition) ચાલુ રાખવામાં આવ્યું હતું. રવિવાર સાંજ સુધીમાં જમીનનો કબજો લઇ બે ત્રણ દિવસમાં જ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને (GMRC) સોંપી દેવાના લક્ષ્યાંક સાથે મનપાનું તંત્ર (Municipal Corporation) આગળ વધી રહ્યું છે.

  • મેટ્રો રેલના અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન
  • ડિમોલિશન વહેલી તકે પુરૂ કરવા માટે મનપા દ્વારા 150 કર્મીઓને જોતરી દેવાયા છે અને ત્રણ માળની મોચીની ચાલનું મોટા ભાગનું ડિમોલિશન થઈ ચુક્યું છે
  • જો કે સોમવારે વૈકલ્પિક વ્યવસ્થા મુદ્દે કોર્ટનું હિયરિંગ હોય શું નિર્ણય આવે છે તેના પર બધાની મીટ
  • મનપા કે જીએમઆરસી દ્વારા હજુ વૈકલ્પિક વ્યવસ્થા મુદ્દે કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી

મોચીની ચાલનું ડિમોલિશન રાઉન્ડ ધ કલોક કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે થયેલા કોર્ટ કેસનું હિયરિંગ સોમવારે હોય, અસરગ્રસ્તોની મીટ આ કેસ પર મંડાઇ છે કેમકે મનપા અને જીએમઆરસી દ્વારા તો હજુ સુધી આ મુદ્દે કોઇ નક્કર આયોજન કરાયું જ નથી. દરમિયાન ડિમોલિશન વહેલી તકે પુરૂ કરવા માટે મનપા દ્વારા 150 કર્મીઓને જોતરી દેવાયા છે અને ત્રણ માળની મોચીની ચાલનું 40 ટકા ડિમોલિશન શનિવાર સાંજ સુધીમાં થઇ ગયું છે. બે ત્રણ દિવસમાં જ અહીંની 7600 સ્કવેર ફૂટ જમીન ખાલી કરી મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપી દેવાય તેવું આયોજન કરી દેવાયું છે.

કોર્ટમાં મનપા-જીએમઆરસી વૈકલ્પિક વ્યવસ્થાનો પ્લાન રજુ કરે તેવી વકી
મોચીની ચાલમાં વસવાટ કરતા 19 અરજદારોએ મેટ્રો માટે આ મિલકતનું ડિમોલિશન થતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે કોર્ટમાં રીટ કરી છે. જેની સુનાવણી સોમવારે છે, ત્યારે મનપા અને જીએમઆરસી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે પ્લાન રજુ કરી વિવાદનો અંત આણે તેવી શકયતા જણાઇ રહી છે.

Most Popular

To Top