સાપુતારા: (Saputara) શિયાળાની (Winter) ફુલગુલાબી ઠંડીમાં (Cold) ગિરિમથક સાપુતારા સહિત ડાંગનાં પ્રાકૃતિક સ્થળોનું (Natural places) વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ છે. જેને કારણે પ્રવાસીઓ ફુલગુલાબી ઠંડીમાં વીક એન્ડની મજા માણવા પહોંચી ગયા હતા. શનિવારે પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓએ ઠંડકમય વાતાવરણમાં બોટીંગ, રોપવે સહિત એડવેન્ચર એક્ટિવિટી આસ્વાદ માણ્યો હતો.
- ગિરિમથક સાપુતારા સહિત ડાંગનાં પ્રાકૃતિક સ્થળોએ આહલાદક વાતાવરણ
- વીક એન્ડમાં ફરવા સાથે ફુલગુલાબી ઠંડીની મજા લઈ રહેલા પ્રવાસીઓ
રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો પ્રકૃતિસભર વિસ્તાર છે, જેથી પ્રવાસીઓનું પ્રથમ પસંદગીનું સ્થળ છે .પ્રકૃતિનાં ખોળાને ખુંદવા તથા માણવા માટે અહી બારેમાસ પ્રવાસીઓનો પગરવ જોવા મળે છે. હાલમાં ડાંગ જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનાં ઉન્માદનો અનુભવ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને સાંજે લોકોને તાપણાનો સહારો લેવો પડે છે. ગિરિમથક સાપુતારા, ડોન હિલ રિસોર્ટ, શબરીધામ સુબિર, ગીરા ધોધ વઘઇ, બોટનીકલ ગાર્ડન વઘઇ સહિત અન્ય પ્રાકૃતિક સ્થળોનું વાતાવરણ ઠંડકમય અને આહલાદક બની ગયું છે. ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કોમળ તડકામાં પણ હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શનિવારે પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓએ ઠંડકમય વાતાવરણમાં બોટીંગ, રોપવે સહિત એડવેન્ચર એક્ટિવિટી આસ્વાદ માણી રહ્યા છે.