National

10 રાજ્યોના 27 જિલ્લાઓમાં કોરોના ફરી બેકાબૂ, કેન્દ્રએ આપી આ ચેતવણી

દિલ્હી: (Delhi) દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બની રહ્યું છે. સ્થિતિ એ છે કે છેલ્લા બે સપ્તાહમાં 10 રાજ્યોના 27 જિલ્લાઓમાં સંક્રમણ (Transition) દરમાં અચાનક ઉછાળો આવ્યો છે. એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં સંક્રમણ દર 10 ટકાથી ઉપર પહોંચી ગયો છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં તે પાંચથી દસ ટકાની વચ્ચે છે. આવી સ્થિતિમાં કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને ચેતવણી આપી છે, સાથે જ તેમને એવા 27 જિલ્લાઓ પર નજર રાખવા માટે કહ્યું છે જ્યાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યોને આ પત્ર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી લખવામાં આવ્યો છે. આ પત્રમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા અનેક માર્ગદર્શિકા આપવામાં આવી છે. નક્કી કરેલા વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે કોવિડ ક્લસ્ટર, નાઇટ કર્ફ્યૂની સાથે સાથે વધુ સંખ્યામાં એક જગ્યાએ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યું છે.

કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી લખેલા પત્રમાં 10 રાજ્યોના 27 જિલ્લામાં વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવ અને અધિકારીઓને ત્યાં વધતા કોરોના કેસ વિશે ચેતવણી આપવામાં આવી છે. આ 10 રાજ્યોના 27 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહની અંદર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસે કડક મોનિટરિંગ કરવાનું પણ કહ્યું છે. 

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં ચેપનો દર બેકાબૂ બની રહ્યો છે, તે વિસ્તારોને પસંદ કરીને ત્યાં કોરોનાને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. જો જરૂરી હોય તો નાઇટ કર્ફ્યુ લાદવા, લોકોના એકઠા થવા પર પ્રતિબંધ, લગ્ન અથવા અન્ય સમારોહમાં ભીડ પર પ્રતિબંધ મૂકવાનું પણ કહેવામાં આવ્યું છે. જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. જેમાં રાજ્યોના આઠ જિલ્લા સામેલ છે. આ રાજ્યોમાં મિઝોરમ, કેરલ અને સિ્કિમ. તો કેરલ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડ અન્ય જિલ્લામાં સામેલ છે, જ્યાં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા વચ્ચે છે. 

Most Popular

To Top