Editorial

અમેરિકા-રશિયા વચ્ચે બગડતા સંબંધથી દુનિયાની અર્થવ્યવસ્થા પર ગંભીર થશે

અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં વર્ષોથી ખટાશ છે અને શીતયુદ્ધ શબ્દ આ બંને દેશ વચ્ચે ચાલી રહેલી તનાતનીમાંથી જ વધુ જાણીતો થયો છે જેને પશ્વિમી દુનિયાના લોકો કોલ્ડવોર  તરીકે ઓળખે છે. પહેલા અમેરિકામાં લોકશાહી હતી અને રશિયા એટલે કે તે સમયના યુએસએસઆરની વિચારધારા કોમ્યુનિસ્ટ હતી ત્યારથી આ બંને દેશો વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો છે.  શસ્ત્રોના ઉત્પાદનની વાત હોય, અવકાશી અભિયાનની હોય કે પછી દુનિયાના બીજા દેશો વચ્ચે ચાલતા વિવાદની વાત હોય આ બંને દેશો હંમેશા સામ સામે જ રહ્યાં છે અને હવે યુક્રેનના  મામલે બંને વચ્ચે ખુલ્લેઆમ શાબ્દિક યુદ્ધ શરુ થઇ ચુક્યું છે.

US and Russia Collaboration Stabilize the Middle East | Alvexo™ News

આ શાબ્દિક યુદ્ધ શબ્દો સુધી મર્યાદિત રહે ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ જો લડાઇનું સૌથી પહેલું પગથિયું એટલે કે  વ્યાપારને નુકસાનની વાતો થશે તો સમગ્ર દુનિયાની આર્થિક વ્યવસ્થા પર અસર થશે કારણ કે, બંને દેશો સાથે દુનિયાના તમામ દેશોના આર્થિક હિતો સંકળાયેલા છે. બંને દેશોની મોટી  મોટી ઉત્પાદન કંપનીઓ એકબીજાના તેમજ દુનિયાના જુદા જુદા દેશોમાં કાર્યરત છે. જો આ બંને દેશો એક બીજા પર આર્થિક પ્રતિબંધો મુકશે કે એક બીજાની કંપનીઓના હિતને નુકસાન  પહોંચાડશે તો તેની અસર સમગ્ર દુનિયા પર થશે.રશિયાએ યૂક્રેન બોર્ડર પર હુમલાના ઇરાદે અંદાજે દોઢ લાખ સૈનિકો તથા યુદ્ધ માટેનો અન્ય સરસામાન તહેનાત કરી દીધો છે.

અમેરિકી  ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાનુસાર રશિયા ગમે ત્યારે યૂક્રેન પર હુમલો કરી શકે છે. એવામાં અમેરિકાએ યૂક્રેનમાં પોતાનું સૈન્ય મોકલવાની જાહેરાત કરી છે. શીતયુદ્ધના લગભગ 30 વર્ષ  બાદ આ પહેલીવાર અમેરિકા પૂર્વ યુરોપમાં નાટોના બેનર વિના જાતે સૈન્ય મોકલશે. યૂક્રેન સરહદે રશિયન સૈનિકોની તહેનાતીથી યુરોપનું રાજકારણ ગરમાયું  છે. ઓક્ટોબરમાં  પોલેન્ડ-બેલારુસ વચ્ચે પ્રવાસીઓ મુદ્દે સરહદ વિવાદની આડમાં રશિયાએ પૂર્વ યુરોપમાં જાળ પાથરવાનું શરૂ કરી દીધું હતું.

બેલારુસને પરોક્ષ મદદના બહાને રશિયાએ ત્યાંની સરહદ પર  પોતાના સૈનિકો તહેનાત કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે જ તેનું લક્ષ્ય યૂક્રેન બોર્ડર પર સૈન્ય ઉપસ્થિતિ વધારવાનું હતું. અમેરિકી પ્રમુખ બાઇડેન અને રશિયન પ્રમુખ પુટિન વચ્ચે મંત્રણા  પણ પ્રસ્તાવિત છે. તો બીજી તરફ અમેરિકાએ રૂસને ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે યુક્રેન ઉપર હુમલો કરશે તો તે યુક્રેનમાં પોતાની સેના તૈનાત કરશે. અમેરિકાએ આ ચેતવણી  અમેરિકી પ્રમુખ જો બાયડન અને રૂસી પ્રમુખ પુતિન વચ્ચેની વર્ચ્યુઅલ બેઠક પહેલા આપી દીધી છે. આ સાથે જણાવ્યું છે કે, તે રૂસ ઉપર બીજા અનેકવિધ પ્રતિબંધો મુકવામાં આવશે. આ  ઉપરાંત અમેરિકા અને યુરોપીય દેશોએ પણ રૂસને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે યુક્રેન ઉપર હુમલો કરશે તો તેઓ રૂસની સૌથી મોટી બેન્ક (મધ્યસ્થ બેંક) અને વિદેશી કરન્સીઓ ઉપર  પણ પ્રતિબંધ મૂકશે. અમેરિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે, પુતિન- બાયડન બેઠકમાં અમેરિકા સ્પષ્ટ જણાવી દેશે કે યુક્રેનને ભવિષ્યમાં નાટોનું સભ્યપદ પણ આપશે.

અમેરિકાએ રૂસને ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે યુક્રેન ઉપર હુમલો કરશે તો તે યુક્રેનમાં પોતાની સેના તૈનાત કરશે. અમેરિકાએ આ ચેતવણી અમેરિકી પ્રમુખ જો બાયડન અને રૂસી  પ્રમુખ પુતિન વચ્ચેની વર્ચ્યુઅલ બેઠક પહેલા આપી દીધી છે. આ સાથે જણાવ્યું છે કે, તે રૂસ ઉપર બીજા અનેકવિધ પ્રતિબંધો  મુકવામાં આવશે.આ ઉપરાંત અમેરિકા અને યુરોપીય દેશોએ  પણ રૂસને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે યુક્રેન ઉપર હુમલો કરશે તો તેઓ રૂસની સૌથી મોટી બેન્ક (મધ્યસ્થ બેંક) અને વિદેશી કરન્સીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકશે.

અમેરિકાના એક  સિનિયર અધિકારીએ કહ્યું છે કે, પુતિન- બાયડન બેઠકમાં અમેરિકા સ્પષ્ટ જણાવી દેશે કે યુક્રેનને ભવિષ્યમાં નાટોનું સભ્યપદ પણ આપશે. યુક્રેન અને રશિયા બંને પહેલા સોવિયેટ સંઘનો જ  ભાગ હતા પરંતુ ત્યારબાદ યુએસએસઆરના દેશો અલગ થયા ત્યારથી આ બંને દેશો એક બીજાની સામ સામે છે અને બંને વચ્ચેના વિવાદનું મૂળ કારણ ક્રિમિયા છે. ક્રિમિયા પહેલા યુક્રેનનો  ભાગ હતો પરંતુ યુક્રેનમાં 2014માં ક્રાંતિ થતાં રશિયાના સમર્થક વિક્ટર યાનુકોવિચે રાષ્ટ્રપતિ પદ છોડવું પડ્યું હતું તે સમયે રશિયાએ ક્રિમિયામાં તેની સેના મોકલીને તેને પોતાના કબજામાં  લઇ લીધું હતું.

રશિયાની દલીલ છે કે ક્રિમિયામાં મોટાભાગની વસ્તી રશિયન છે અને તેમના હિતોની રક્ષા કરવી તે તેની મૂળભૂત ફરજ છે. ક્રિમિયા એવું સ્થળ છે કે, જો તે રશિયાના  કબજામાં જાય તો તેની દક્ષિણમાં આવેલા યુક્રેનના બે મહત્વના બંદરો પર માઠી અસર થાય તેમ છે. આમ ક્રિમિયા પર કબજા માટે બંને દેશ સામ સામે છે આવા સંજોગોમાં અમેરિકા અને  રશિયા સામ સામે આવી ગયા છે અને એક બીજાના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે.

Most Popular

To Top