Vadodara

સંજીવ શાહ અને પ્રિતીનું એક જ રટણ, દુષ્કર્મની અમને ખબર જ ન હતી..!?

વડોદરા : રાજયભરમાં ચકચાર જગાવનાર નવસારીની યુવતીના દુષ્કર્મ અને આપઘાત મામલે ઓએસિસ સંસ્થાના સંચાલકોની પૂછતાછમાં પોલીસ ને મહત્વપૂર્ણ કહી શકાય તેવી કોઈ માહિતી મળી ન હોવાનું જાણવા મળ્યું છે પોલીસ પૂછતાછમાં સંચાલકો સંજીવ શાહ અને પ્રીતિ શાહ એ દુષ્કર્મ અંગે અમને ખબર ન હતી તેવું રટણ કર્યું હતું બે પી આઈ દ્વારા અલગ-અલગ રીતે પુછપરછ કરવામાં આવી હોવા છતાંય કોઈ ખાસ માહિતી હાલ તો જાણવા મળી નથી. વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં 18 વર્ષી યુવતિ સાથે બનેલી સામૂહિક દુષ્કર્મ અને આપઘાતની ઘટનામાં સંસ્થાના સંચાલકોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરવામાં આવી રહીં છે. ગત રોજ સંસ્થામાં કામ કરતી વૈષ્ણવીની ક્રાઇમ બ્રાન્ચ ખાતે પુછપરછ કરવામાં આવી હતી.

ત્યારબાદ આજરોજ ઓએસીસ સંસ્થાના સંચાલક સંજીવ શાહ અને પ્રીતિ નાયરની ક્રાઇમ બ્રાન્ચે ખાતે બે પી.આઇ દ્વારા પુછતાછ કરવામાં આવી હતી. એક તરફ આર.એ જાડેજા સંજીવ શાહની પુછતાછ કરી રહ્યાં હતા, તો બીજી તરફ વી.આર ખેર દ્વારા પ્રીતિ નાયરની પુછતાછ કરવામાં આવી હતી. કલાકોની પુછતાછ દરમિયાન બન્નેએ એક  રટણ કરતા હતા કે, દુષ્કર્મ અંગે અમે કશુ જાણતા નથી, ફોન પર વાત કરતા સમયે યુવતિ એક્સિડન્ટ થયો હોવાથી ઇજાઓ પહોંચી હોવાની જાણ કરી હતી. બાકી દુષ્કર્મની કોઇ વાત અમને કરી નથી. આમ 6 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી બન્નેની પુછતાછ બાદ બન્નેને જોડે રાખી અધિકારીઓએ પુછતાછ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં 6 કલાક કરતા વધુ સમય સુધી પુછતાછમાં કોઇ મહત્વની બાબત પોલીસને હાથ લાગી નથી.

અનેક સવાલો,જે કદાચ રહસ્યમય જ બની રહેશે

ક્રાઇમ બ્રાન્ચ ખાતે સંજીવ શાહની મેરેથોન પુછતાછ કરવામા આવી હતી જોકે આ સવાલો અનેક સવાલોના જવાબ અનુત્તર રહ્યા કેટલાક સવાલોના જવાબો હજુ પણ રહસ્ય મય રહે તેમ લાગે છે ત્યારે આ સવાલોના જવાબ મળશે ખરા યુવતિ સાથે વેક્સિન ગ્રાઉન્ડમાં બનેલી ઘટના જાણતા હોવા છતાં કયા કારણોસર છુપાવવામાં આવી ?

  • યુવતિએ લખેલી ડાયરીના પાના કોણે ફડ્યા ?
  • ડાયરીના પાંચ પાના પૈકીનુ એક પાન પાછળથી શા માટે પોલીસને આપવામાં આવ્યું ?
  • વૈષ્ણવીએ યુવતિના ફોટા પાડી મોકલ્યા તો તે ડીલીટ શા માટે કરવામાં આવ્યાં ?
  • યુવતિ સાથે દુષ્કર્મની ઘટના અંગેની જાણ તેના પરિવાર કે પોલીસને કેમ ન કરી ?
  • આટલા સમય સુધી શા માટે માહિતી છુપાવી રાખી ?
  • યુવતિએ પોતાની પીડા જણાવી છતાં તેની મદદ કરવાને બદલે શા માટે એકલી મુકી દેવામાં આવી ?
  • યુવતિએ ઇમર્જન્સી નંબર ઉપર સંજીવ શાહને મેસેજ કર્યો, તેનો આપવામાં આવ્યો હતો?

Most Popular

To Top