Vadodara

જુના જમીન માલિકોએ ખોટા દસ્તાવેજ ઉભા કરીને બિલ્ડરને વેચાણ કરી હતી

       વડોદરા : પંદર વર્ષ પૂર્વે વેચાણ આપી દિધેલી જમીનના જુના માલિકોએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આણંદના બિલ્ડરોને વેચી નાખતા છેતરપિંડીની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોધાઇ હતી. સમા સ્થિત આનંદવન સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ઉગરચંદ શાહ બાંધકામનો વ્યવસાય કરે છે. ગોત્રી સીમમાં આવેલી સ.ન઼.903,919 અને 921 / 2 વાળી જમીન ર૦૦૪ માં પુરેપુરુ અવેજ ચૂકવીને વેચાણ લીધી હતી. મૂળ જમીન માલિકો મોતીભાઇ લલ્લુભાઇ પરમાર અને તેનો ભાઇ પ્રતાપ ઉર્ફે પ્રભાત (બંને રહે.કુંભારવાડા, ગોત્રીતથા તેની વિધવા બહેન કમળાબેન રાવજીભાઇ લલ્લુભાઇ પરમારે (પદમલા) ફરીયાદીના કુટુંબીજનોના નામે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો ર૦૦૭માં કરી આપ્યા હતા. તેમાં  મૂળ ખેડૂત માલિકોના વારસદાર પ્રહલાદ અને ગણપતે પણ સહીઓ કરી તી અને રાજીખુશીથી કબ્જો પણ સોપ્યો હતો.

જમીન ખરીદ કર્યા બાદ સીટી સર્વે કચેરીમાં માલિકી હક્કની ફેરફાર નોંધ કરાવી હોવાનુ પણ મૂળ જમીન માલિકો જાણતા હોવા છતાં બિલ્ડર સાથે મળીને કરોડોની જમીન હડપ કરવાનુ કાવતરુ રચ્યુ હતુ. સન ર૦૧૧ માં સુરેશ પટેલ સાથે ખેડૂતોએ મેળાપીપણુ રચીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. જે કોર્ટમાં પડકારતા અપીલ અને સીવીલ દાવા પરત ખેચાયા હતા. ત્યારબાદ પણ ભૂતપૂર્વ જમીન માલિકોએ બદઇરાદો પાર પાડવા ર૦૧પ માં શાહ પરિવારને કરી આપેલા વેચાણ દસ્તાવેજ રદ કરવા કોર્ટમાં દાવા કર્યા હતા. બે વર્ષ બાદ ર૦૧૭માં ભેજાબાજોએ પરત ખેંચીને સમાધાન કર્યુ હતુ. વિશ્વાસઘાતની પ્રકૃતિ ધરાવતા ખેડૂતોએ ર૦૧૩માં માલિક ન હોવા છતાં સાજન ભરવાડ નામના ઇસમ સાથે મળીને કાવતરુ રચ્યુ હતુ. ટોળકીએ ર૦૧૩ મો વેચાણ બાનાખત કરાર ઉભો કર્યોો હતો. અને મરણ પામેલાઓના ફોટા લગાવીને પી.એમ. પરમાર નામે ખોટી સહીઓ કરી હતી અને ૧પ લાખનો અવેજ ગેરકાયદેસર સ્વીકાર્યા હતો.

શાહ પરિવાર કાયદા કાનૂનને સાથે રાખીને ૧પ વર્ષ પૂર્વે ખરીદેલી જમીનને હડપ કરવા ખેડૂતો વારંવાર બનાવટી દસ્તાવેજો ઉભા કરીને બાનાખત, વેચાણ કરાર કરતા હતા અને કોર્ટમાં કેસ કરીને શારીરીક આર્થિક નુકસાન પહોચાડતા હતા. ગોત્રી પોલીસે આઠ ઇસમો વિરુદ્ધ છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો ઉભા કરવા અગાઉથી ષડયંત્ર રચવુ, ધાકધમકીઓ સહિતની કલમો આધારે ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top