વડોદરા : પ્રતાપ નગર રેલ્વે કોલોનીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહેલા મકરપુરાના દંપતીની કારમાં તરસાલી બાયપાસ બ્રિજ પાસે અચાનક આગ લાગતા સમય સુચકતા વાપરી કારની બહાર આવી જતા પતિ ,પત્નિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં જાનહાની થતા ટળી હતી. મકરપુરા ગામમાં આવેલા દીવાન ફળિયામાં રહેતા મોહસીનભાઈ ઘાંચી તેમની પત્નિ ને પુત્ર સાથે પ્રતાપનગર રેલ્વે કોલીનીમાં પોતાના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા.મોડીરાત સુધી લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતી વેળાએ તેમની સાથે તેમનો મિત્ર પણ કારમાં સવાર થયો હતો.જેને સાથે લઈ તેઓ સહપરિવાર તરસાલી બાયપાસ બ્રિજ પાસે પહોંચ્યા હતા.અને તેમના મિત્રને ત્યાં છોડી પુનઃ કારને સ્ટાર્ટર મારતાની સાથે જ બોનેટ માં સ્પાર્ક સાથે આગ લાગી હતી.
જેથી તુરત મોહસીન ભાઈ તેમની પત્નિ અને પુત્ર કારની બહાર ઉતરી ગયા હતા.તેવામાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું.જેને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા તુરત સ્થળ પર ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા.જોકે તે પહેલાં જ કાર આગમાં બળીને ખાખ બની હતી. સદનસીબે કારમાં સવાર દંપતિ સહિત તેમનો પુત્ર સમય સુચકતા વાપરી કારની બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.પ્રથમીક તબક્કે કારમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. ઉલ્લેખનીય છે કે પ્રસંગ માણીને પરત ફરતા દંપતિ સાથે આ ઘટના બનતા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી.