Gujarat

રાજ્યભરના 10000થી વધુ સિનિયર ડોક્ટરો 13મી ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર

રાજ્યમાં જુનિયર ડોક્ટરોની સાથે હવે સિનિયર ડૉક્ટરો પણ પોતાની પડતર માગણીઓને લઈને આગામી 13મી ડિસેમ્બરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડવા જઈ રહ્યા છે. જેના પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે.

રાજ્યભરમાં હાલમાં જુનિયર ડોક્ટરો પોતાની માગણીઓ લઈને આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ હવે સિનિયર ડોક્ટરો પણ પોતાની પડતર માંગણીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ડોક્ટરોની ભરતી બંધ કરવામાં આવે, પીજી ડોક્ટરોની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે, પેન્સન સહિતની 16 જેટલી માગણીઓને લઈને સિનિયર ડોકટરો દ્વારાઆગામી 13મી ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન આપ્યું છે.

રાજ્ય સરકારે કોરોનાના સમયમાં ઉપયોગ કરી હવે ડોક્ટોરોને જાણે ફેંકી દીધાનો અહેસાસ
સિનિયર ડોક્ટર એસોસિએશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોની પડતર માગણીઓ અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. 4થી ડિસેમ્બર-21ના રોજ રાજ્યભરમાં તબીબી દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ સંવેદનશીલ નથી. હોસ્પિટલોની કામગીરીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની દખલગીરી ખુબ જ વધી છે અને રાજ્ય સરકારે કોરોનાના સમયમાં ડૉક્ટરોનો ઉપયોગ કરી હવે તેમને ફેંકી દેધા હોય તેવું જણાય છે, સરકારની આ નીતિથી ડૉક્ટરોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળે છે.

Most Popular

To Top