દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ હનીમુન મનાવા માટે પણ પોતાની મન પસંદની સ્થળની પસંદગી કરતા હોય છે. હનીમુન માટે લોકો સુંદર જગ્યા શોધતા હોય છે જયાં જઇને તેઓ પોતાના પાર્ટનર સાથે મોસ્ટ રોમેન્ટીક સમય પસાર કરી શકે અને જિંદગીભર માટે તેમનું હનીમુન યાદગાર રહી જાય એવો સ્થળો શોધતા હોય છે. આજકાલ યુવાનો હનીમુન મનાવવા માટે નવો ટ્રેન્ડ અપનાવી રહ્યાં છે. પહેલા ન્યુલી વેડેડ કપલ્સ દ્વારા એકલા હનીમુન મનાવા જવાનો ટ્રેન્ડ હતો. પરંતુ સમયની સાથે બંધુ જ બદલાતુ હોય છે કહેવાય છે કે સમય પરિવર્તનશીલ છે એ ઉકિતને આજની યુવા પેઢીએ સાર્થક કરતા હોય તેમ નવપરણિત યુગલો હનીમુન માટે પોતાના પરિવાર કે ફેન્ડસ અને ગ્રુપમાં જઇ રહ્યાં છે. તો ચાલો મળીએ આજના જમાનાના કપલ્સને અને જાણીએ એમનો વ્યુ પોઇન્ટ
અન્ય કપલ્સ સાથે ટુરમાં જવાનું પસંદ કરું: સન્ની નાયડુ
26 વર્ષીર્ય સન્ની નાયડુ જણાવે છે કે ‘‘મારી પત્નીને હનીમુન માટે લેહ-લદ્દાખ’ શહેર પસંદ કર્યું છે. એનું સપનું તો મારે પુરૂં કરવું જ રહ્યું પણ સાથે એવું પણ વિચાર્યું કે એકલા જવાને બદલે કોઇ ટુરમાં બીજા નવપરિણીત યુગલો સાથે જઇએ તો કેમ? એ લોકો પણ યંગ અને ન્યુલી વેડેડ જ હોય તો સાથે ફરવની મજા આવે. લેહ લદ્દાખ સૌંદર્યથી ભરપૂર તથા પહાડો અને નદીઓથી ભરેલો વિસ્તાર છે જે ખૂબ નયનરમ્ય છે તથા ખૂબ ઠંડકવાળો વિસ્તાર પણ છે. તો બેટર હાફ સાથેનો એકાંત મળે અને બીજા યંગ લોકોની કંપની મળે તો બીજું શું જોઇએ? હસતો-રમતા ફરવાનો આનંદ લઇ શકાય અને સાથે નવ મિત્રો પણ બની જાય. ઉપરાંત ઓછા બજેટમાં સારી જગ્યા જોવાનો લ્હાવો પણ મળે.
પરિવારના સથવારે મોજ -મસ્તી સાથે કુદરતી સોંદર્યની ગોદમાં હનીમૂન મનાવીશ: હેંમાશું કથાંરીયા
9 ડીસેમ્બરે લગ્ન કરનાર હેંમાશું કથાંરીયાએ જણાવ્યું હતું કે, ‘’મારા લગ્ન બાદ હનીમુન મનાવવા મનાલી મારા પરિવારને સાથે લઇ જવાનો છું કારણ કે મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા કે ભાઇઓેએ મનાલી જોયું નથી. એટલે મેં વિચાર્યું કે હું એકલો શા માટે હનીમુન પર જાઉં. એમને પણ સાથે લઇ જાઉં તો અમને પણ કંપની મળી રહે. મારા પત્નિને મેં પુછયું આપણે પરિવારને પણ સાથે લઇ જઇએ તો? મારા પત્નિ મીત્તલે હા પાડી એટલે હું મારા પરિવારને પણ સાથે લઇને જવાનો છું. મનાલી શહેર આમ તો એક પંચરંગી પ્રજા ધરાવતું શહેર છે. શિયાળામાં ત્યાનું વાતાવરણ અકદમ ઠંડું હોય છે અને હિમાચલપ્રદેશ અને હિલ સ્ટેશન છે અને પ્રકૃતિની મજા મન ભરીને માણી શકીએ. ઉપરાંત સ્કીંઇગ, ટ્રેકિંગ,પેરાગ્લાઇડિંગ, રાફિંટગ, કેમ્પિંગ જેવી રાઇડસનો લહાવો લઇશું અને પુરા પરિવાર સાથે મોજ મસ્તી સાથે હનીમૂન મનાવીશું.’’
લાઇફ પાર્ટનર અને મિત્રો સાથે સફરની સાથે મજા પણ અલગ આવે : દીવ્યેશ પટેલ
25 વર્ષીય દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, ‘’મારા લગ્નના એક વર્ષ બાદ હનીમુન પર જવાનો સમય મળ્યો હતો કેમ કે મેં લવ મેરેજ કર્યા હતાં લગ્ન બાદ અમે બંને પોતપોતાના ઘરે રહેતા હતા. ઘરમાં કહ્યાં બાદ ઘરના પરિવારોએ અમારા લગ્નને સ્વીકારર્યા હતાં. બાદમાં હનીમુન મનાવવા માટે હું અને મારી પત્ની દીવ્યાએ ગોવામાં હનીમુન જવા માટે પ્લાનીંગ કર્યું હતું. ગોવામાં હનીમૂનની મજા સાથે મિત્રો પણ હોય તો મજા કંઇક અલગ જ આવે એમ વિચારીને અમે દસેક જેટલા મિત્રો સાથે હનીમૂન માટે ગયા હતાં. ગોવા સામાન્ય રીતે પરવડે અને આપણા બજેટમાં પોસાય એમ હોય છે સાથે ઓછા ખર્ચામાં મિત્રો સાથે મોજ મસ્તી પણ થાય છે. ગોવા આમ તો ઘરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાં આકર્ષક દરિયા કિનારા અને અને રોમાંચક નાઇટકલબ્સ છે તેમજ ખાણીપીણી માટે મજા આવે છે અને રાત્રિના બજારોમાં શોપિંગ નો લહાવો પર મળે છે જાણે સાંજના સમય બાદ ગોવા જીવંત બનતું હોય છે. આ બધુ લાઇફ પાર્ટનર અને મિત્રો સાથે સફરની સાથે મજા પણ અલગ આવે છે.