Vadodara

પાલિકાની ઢોર પાર્ટીએ આઠ દિવસમાં 190 ઢોર ડબ્બામાં પૂર્યા

       વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે. ઢોર પાર્ટીએ 8 દિવસમાં માત્ર 190 ઢોરને ઢોર ડબ્બામાં પૂર્યા છૅ. હકીકત તો એ છે કે હજુ સુધી વડોદરા શહેરમાં ઢોરોનું ઝુંડ રસ્તા પર હોય છે. છેલ્લા 15 દિવસ ઢોરે રાહદારી ને અહડફેટે લીધા હોય તેવા 7 થી વધુ બનાવ બન્યા છે. વડોદરા શહેરને 15 દિવસમાં ઢોર મુક્ત કરવામાં આવશે કેયુર રોકડીયા એ હાસ્યાસ્પદ નિવેદન  4 ઓક્ટોબરના રોજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં કર્યું હતું. પરંતુ 66 દિવસ થઈ ગયા હોવા છતાં પણ વડોદરા શહેરમાં ઢોરો નું ઝુંડ રસ્તા પર ફરે છૅ.

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેર મંચ પરથી પ્રથમ નાગરિક કેયુર રોકડીયા ની જાહેરમાં ટકોર પણ કરી હતી ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી માટે 10 ટીમો બનાવવામાં આવી હતી પરંતુ કોઈ હોદ્દેદાર ના ઈશારે ઢોર પકડવાની કામગીરી દિવસેને દિવસે નબળી પડતી જાય છે. મહાનગરપાલિકાની ઢોર પાર્ટી એ 8 દિવસમાં માત્ર 190 ઢોર ડબ્બામાં પૂર્યા છે. પાલિકા તંત્ર દ્વારા માત્ર આંકડાની માયાજાળ બતાવે છે. જ્યાં સુધી તંત્ર સ્થાનિક વોર્ડ ઓફિસત પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી શહેરમાં ઢોરોનું ઝુંડ રસ્તા પર રખડશે.

પોલીસે 2 પશુપાલક સામે પાસાની કાર્યવાહી કરી

શહેરમાં મેયર કેયુર રોકડીયા એ ઢોર મુક્ત અભિયાન શરૂ કર્યું છે તેમાં છેલ્લા પંદર દિવસમાં રખડતા ઢોર એ 7થી વધુ લોકોને અડફેટમાં લીધા છે. જોકે એમાં બે ભાજપની મહિલા કાર્યકરને પણ ઢોરે અડફેટે લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. જોકે ગત રોજ એક દિવ્યાંગ યુવાનને પણ ગાયે ભેટતા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયો છે. જોકે પશુપાલકો દ્વારા ઢોરને રખડતા મુકતા તેનો ભોગ રાહદારીઓ બનતા મેયર કેયુર રોકડિયા એક્શન માં આવ્યા હતા અને પશુપાલક સામે પાસાની પણ કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે બે પશુપાલક સામે પાસાની કાર્યવાહી કરી છે. પશુપાલક સામે પાસાની કાર્યવાહી કરતા ભરવાડ સમાજ દ્વારા મેયર કેયુર રોકડિયા ને પાલિકા ખાતે રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે મેયર એ કડક શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે ઢોરને તમારી જગ્યા પર સાચવીને રાખો જો કોઇ રાહદારી ઢોર દ્વારા જીવલેણ હુમલો થશે તો તે પશુપાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમાં પોલીસે પશુપાલકો સાથે મીટીંગ યોજી કડક સૂચના આપી

શહેર પોલીસ દ્વારા પણ પશુપાલકો સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે. સમા પોલીસ દ્વારા  પશુપાલકો સાથે મીટીંગ યોજી હતી.જેમાં તેઓને જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરો દ્વારા જાહેર માર્ગ પર રાહદારીઓને ઇજા પહોંચાડવાના બનાવો ખૂબ જ વધી રહેલા હોય આ બનાવે સદંતર રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ થીસૂચનાઓ મળેલ હોય જે અનુસંધાને પશુપાલકો પોતાના પશુઓ પોતાના વાડામાં રાખી જાહેર માર્ગ ઉપર રખડતા છોડવા નહીં .અને જો કોઈ પશુપાલક ની બેદરકારી જણાવશે તો તે પશુ માલિક સામે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.

Most Popular

To Top