Comments

આંકડાઓમાં વ્યક્ત આર્થિક સામજિક બાબતો ભવિષ્યની ચિંતા તરફ લઇ જાય છે

Coronavirus: How can society thrive post-pandemic? - BBC Worklife

આંકડાઓમાં વર્ણવાયેલી વાર્તા વાંચવી છે ? એમાં લખાયેલું સમાજશાસ્ત્ર ,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજો. દેશમાં લગભગ 29 કરોડ પરિવારો માં 135 કરોડ ની વસ્તી વસે છે .આપડા પરિવારોની સરેરાશ સંખ્યા ૫ વ્યક્તિ છે. આ 29 કરોડ પરિવારો માં 21 કરોડ પાસે ટીવી છે. દેશમાં 150 કરોડ મોબાઈલ વપરાશ છે. જે વસ્તીના 80 કરોડ લોકો વાપરેછે , મતલબ કે ઘણાબધા પાસે બે કે તેથી વધુ મોબાઈલ છે. દરવર્ષે સરેરાશ ૫ કરોડ મોબાઈલ સેટ વેચાયા છે.

દેશમાં 37 કરોડ પાનકાર્ડ ધારકો છે પણ રીટર્ન ફાઈલ સાત કરોડ થી ઓછા કરે છે અને વેરો તો પાચ કરોડ લોકો જ ભરે છે. દેશમાં ટોલટેક્ષ વાળા હાઈવે પર ગાડીઓ માટે ફાસ્ટ ટેગ ફરજીયાત છે અને માટે ચાર કરોડ વાહનો ફાસ્ટ ટેગ લાગવી ચુક્યા છે . જે રોજનો 100 કરોડ નો ટોલટેક્ષ ચુકવે છે. સરકારના આંકડા મુજબ 28 કરોડ ગેસ કનેક્શન છે. અને 70 લાખ પરિવારો પાઈપ થી ગેસ મેળવે છે. ભારતમાં જન્મદર ઘટીને 1.9 થયો છે અને મૃત્યુદર 1 ટકા જેટલો સ્થિર થયો છે. મતલબ કે હવે ચોખ્ખો વસ્તીવધારો ૧% કરતા પણ ઓછો છે . યુગલ દીઠ જન્મતા બાળકોનું પ્રમાણ ૨ થવા જાય છે . જે 1960 માં લગભગ 7 અને 1980 માં 4 હતું .

હમણાજ બહાર પાડવામાં આવેલ ફેમીલી હેલ્થ ના સેમ્પલ સર્વે માં ભારતમાં પુખ્ત વસ્તીમાં 1000 પુરુષ ની વસ્તીએ સ્ત્રીઓ નું પ્રમાણ 1030 જોવા મળ્યું મતલબ પુરુષો કરતા સ્ત્રીઓની વસ્તી વધુ છે . આજ સર્વેમાં જણાવાયું છે કે નવા જન્મતા બાળકોમાં 1000 પુત્ર સામે 955 પુત્રીઓ જન્મે છે માટે સ્ત્રી પુરુષનો રેશિયો આજે પણ અસમતુલા માં જ છે . વધુ એક સેમ્પલ સર્વે એ પણ કહેછે કે ભારતમાં સર્વિસ સેક્ટર માં નોકરી કરતા લોકોની સરેરાશ આવક 15000 થી 25000 વચ્ચે છે .અને બે નામાંકિત સંસ્થાઓએ કરેલો તાજેતરનો સર્વે એ કહેછે કે ભારતમાં સરેરાશ આયુષ્ય ઘટ્યું છે અને 69 વર્ષ થયું છે જે ખરેખર 72 થી 75 થવું જોઈતું હતું .

કદાચ કોરોના કાળમાં મ્ર્યુત્યું ને કારને અત્યારે આમ બન્યું હોય. 2001 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 2001 માં 20 વર્ષથી ઉપરની ઉમર વાળા લોકોની સંખ્યા 55 કરોડ જેટલી હતી . અત્યારે દેશની 65 % વસ્તી યુવાન છે . માટે આદેશ યુવાનોનો દેશ છે. હવે આંકડા આમતો માત્ર આંકડા છે પણ આ આંકડાઓ ની એક વાર્તા છે . જેમ સાહિત્યમાં લખાણની વચ્ચે છુપાયેલી વાત વાચી લેવાની હોય છે . કાવ્યોમાં કે વાર્તાઓમાં લખાએલો સમાજ સમજી લેવાનો હોય છે એમ આ આંકડાઓમાં દોરાયેલા અર્થત્ન્ત્રના ચિત્રને સમજી લેવાનું હોય છે. આવનારા આર્થિક ભવિષ્યનું ચિત્ર પણ એમાં છુપાયેલું છે . તો આંકડાઓ શું કહે છે ?

પ્રથમ તો આપડે આજે ખુશ થઈએ છીયે કે આ યુવાનોનો દેશ છે તે જ દેશ ૨૦૪૦ પછી ઘરડો થતો જશે. 2001 માં 20 વર્ષથી મોટા હતા અતે બધા જ 2050 માં 50 વર્ષ થી વધારે ઉમરના હશે . વળી સરકાર જેણે યુવાન વસ્તી ખેચે તે 15 થી 65 વર્ષ નો સમૂહ છે . ખરેખરતો આ કાર્યશીલ વસ્તી છે. ઉમરના સામજિક દ્રષ્ટિકોણ થી તો અત્યરે જ મિડલ એજ વસ્તી નું પ્રમાણ વધતું જાય છે. આપડી પાસે આ સંદર્ભે હાલ કોઈ જ આયોજન નથી ઉલટાનું મેડીકલ ના આકડાઓ ચોકાવનારા છે. અત્યારે મિડલ એજ માં મ્ર્યુત્યું નું પ્રમાણ વધતું જાય છે મતલબ હાર્ટ એટેક, અકસ્માત કે અન્ય રોગો થી મ્ર્યુત્યું પામનારા લગભગ ૫૨ થી ૬૫ વર્ષના છે.

જુના જમાના ના ખાધેલા લાંબુ જીવે છે. એમ બધા કહે છે. તેમ સરેરાશ આયુષ્ય આ વૃધો ને કારણે ઉચું ટક્યું છે બાકી આજથી 20વરસ પછી આ ભાગદોડ ટેન્શન . અપોષિત ખોરાક અને અસ્ત વ્યસ્ત જીવન શેલી ને લીધે આયુષ ટૂંકું થાય તો નવાઈ નહી . કદાચ માટે જ પેલા બે સર્વે માં સરેરાશ આયુષ્ય ઘટેલું આવ્યું હશે.વળી દેશની કુલ વસ્તી માં સ્ત્રીઓનું પ્રમાણ વધેલું બતાવે છે ત્યાં કોઈને પણ પ્રશ્ન થવો જોઈએ કે જો જન્મે  છે પુરુષ વધારે તો પુખ્ત સંખ્યામાં સ્ત્રીઓ કેવી રીતે વધી? મતલબ સ્પસ્ટ છે મૃત્યુ પામનારમાં પુરુષ સંખ્યા વધારે હોવી જોઈએ. જો સરેરાશ આયુષ્ય ખરેખર ઘટ્યું હોય તો 130 કરોડ ની વસ્તીના માપ મુજબ કોરોના માં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોવા જોઈએ તોજ સરેરાસ માં ચોક્કસ ઘટાડો નોધાય

આવનારા સમયમાં ચિંતા ની વાત અર્થતંત્ર માં ખર્ચવા પાત્ર આવક નો છે. આજે ૨૦ વર્ષથી ઉપરના બધા કામ કરતા તો દેખાય છે. એટેલ રોજગારી તો છે, પણ આ યોગ્ય આવક સાથેની રોજગારી નથી . ઉપર જોયું તેમ ૧૫ થી ૨૫ હજારમાં નોકરી કરનાર વર્ગની બધી જ આવક પાયાની અને રોજીંદી જરુઅર્તાઓ પાછળ ખર્ચાઈ જય તો, બચત વધશે કેવી રીતે? ગાડી બંગલા ખરીદશે કોણ ? દેશમાં ખાનગી હોસ્પિટલો વધી છે ખાનગી સ્કૂલો નો રાફડો ફાટ્યો છે ખાનગી સેવાઓ વિસ્તરી છે. પણ, આ બધું જ ખરીદશક્તિ મુજબ ચાલવાનું છે. દર્દી હશે પણ ફી ન હોવાથી દવાખાનામાં નહી જઈ શકે અત્યરે જેમ મળતી પ્લેક્ષ માં સોમ થી શુક્ર દરમિયાન પ્રેક્ષકો મળતા નથી, કારણકે ૨૦૦ રૂપિયા ખર્ચ કરીને ફિલ્મ જોનાર વર્ગ નથી . કેટલાય મોલ ગ્રાહકોના અભાવે બંધ થયા આવનારા સમય માં જન્મદર ઘટ્યો છે એટેલ શાળાઓ માં બાળકો ની સંખ્યા ઘટવાની જ છે અત્યારે જ ગામડાઓ માં સ્કુલો સંખ્યા ના અભાવે બંધ થઇ રહી છે

ભારતના શહેરો માં વસ્તી વધી રહી છે પણ તે સ્થળાંતર આધારિત છે ગામડા ખાલી થઇ રહ્યા છે. સર્વે કહે છે કે ગામડાઓ માં પુરુષો કરતા વધારે સ્ત્રીઓ છે આનું કારણ શિક્ષણ અને રોજગાર માટે પુરુષ વસ્તી નું સ્થળાંતર છે. એક વાત સમજવા જેવી છે કે અત્યારે અર્થતંત્ર સરકારની આંગળી પકડી ને ચાલે છે. વળી સમાજમાં પણ કુટુંબો એવા છે જ્યાં વડીલો પેન્શન મેળવે છે અને યુવાનો ખાનગી નોકરી કરે છે હવે અપડે ૨૦૦૪ પછી સરકારી નોકરીમાં પણ પેન્શન બધ કર્યું છે. એટલે થોડા વર્ષો પછી સમાજમાં નિયત અને નિશ્ચિત આવક મેળવતો વર્ગ નહી હોય માટે ખર્ચવા પત્ર આવક નહી હોવાથી બજાર પર તેની ઘેરી અસર પડી શકે

હાલ દેશમાં જી ડી પી વધેલી દેખાય છે અવનવી યોજનાઓ અમલી બની રહી છે પણ આ સમાજના એક ચોક્કસ વર્ગના હાથમાં જ સત્તા સમ્પત્તી અને આવક નું કેન્દ્રીકારણ થઇ રહ્યું છે આપડે ત્યાં પાચ લાખ થી વધુ ની રકમ પર આવક વેરો ભરવો પડે છે જો દેશમાં સાત લાખ જ રીટર્ન ફાઈલ થતા હોય તો કાંતો દેશમાં કરચોરી વ્યાપક છે અથવા 120 કરોડ લોકો ની વાર્ષિક આવક પાચ લાખ થી વધુ નથી. હમણાં જ આકડા આવ્યા છે કે ગુજરાતમાં ૧૦ લાખ લોકો એ જીઓ નું સ્બ્સ્કાઈબ છોડી દીધું છે .એક બાજુ વધતા ભાવ અને બીજી બાજુ નીચી આવક …બજારના તમામ લોકો એ આ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે .

એક તરફ દેશમાં હોસ્પિટલો માં લોલોકો લાખો ના બીલ ચુકવે છે , સ્કુલો માં મોટી ફી ભરે છે હાઈવે થી માડી ને મલ્ટીપ્લેક્ષ માં હજારો રૂપિયા ખર્ચ કરે છે બીજી બાજુ આજ હોસ્પિટલો માં નર્સ અને અન્ય સ્ટાફ નો પગાર દસ હજાર થી વધુ નથી .સ્કૂલો કોલેજો માં પગારો આટલા જ છે ચેનલના પત્રકાર કે બેન્કના કર્મચારી કોઈ ૨૫૦૦૦ થી વધતા નથી. તો આનોમ્ત્લ્બ એ કે આવક અને ખર્ચનો પ્રવાહ યોગ્ય નથી . આવક અને સમ્પત્તી નું કેન્દ્રીકરણ વધતું જાય છે જેમ શરીર માં લોહી ના ગઠ્ઠા જામે અને તે તબિયત ને નુકશાન કરે તેમ આવકના ગઠ્ઠા અર્થતંત્ર ને નુકશાન કરશે . આશા રાખીએ કે સામાજિક આર્થિક નિસ્બત વાળા લોકો ને સરકાર પૂછે કે આદેશમાં સારી આર્થિક નીતિ કિયા રીતે અમલી બનાવી શકાય.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top