SURAT

મેટ્રો પ્રોજેક્ટના લીધે સુરતના આ વિસ્તારમાં સર્જાતા ભારે ટ્રાફિકથી લોકો હેરાન, હીરાવાળા મદદ કરે તો ટ્રાફિકથી છૂટકારો મળી શકે

સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરીને કારણે પિક અવર્સમાં સવારે અને સાંજે ટ્રાફિક (Traffic) જામની વિકટ સ્થિતિ સર્જાઇ રહી છે. આ મામલે પાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ ડાયમંડ એસોસિએશનને (Surat Diamond Association) આવેદનપત્ર આપી ડાયમંડ પેઢીઓ સાથે સંકલન કરી રત્નકલાકારોને છોડવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ શકાશે તેવી રજૂઆત કરી એસોસિએશનને મદદરૂપ થવા માંગ કરી છે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી વરાછા સહિત શહેરમાં શરૂ થઈ છે. વરાછા-કાપોદ્રા લંબે હનુમાન રોડ જેવા વિસ્તારોમાં ઘણા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેના લીધે સવારે અને રાત્રે પિક અવર્સમાં વરાછાના તમામ રોડ પર 2 કલાક સુધીનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખને વરાછા-કાપોદ્રામાં આવેલી ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી છે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યા કંઈક અંશે ઓછી કરી શકાય તેવું સૂચન કર્યું છે. અહીં લાખોની સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારો ઘરે જવા માટે ડાયવર્ટ કરાયેલા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટને કારણે અહીં ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે. જો ડાયમંડ ફેક્ટરીના ટાઈમિંગમાં 30 મિનીટનો ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યાને હળવી કરી શકાય તેમ છે.

સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું કે, મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લીધે હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે. આજે વિપક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેને લઈ અમે ડાયમંડ ફેક્ટરીના સંચાલકોનું ધ્યાન દોરી ઉકેલ લાવીશું.

Most Popular

To Top