આજની સામાજીક જીવનશૈલીને અનુલક્ષીને દરેક વ્યક્તિએ તેમની ભવિષ્યની જરૂરિયાતોનો વિચાર કરી, નાણાંકીય આયોજન, હાલના ધન તથા મિલકત સંપત્તિમાં દસ્તાવેજોનું યોગ્ય ફાઈલિંગ કરી, પરિવારજનોને માહિતીગાર રાખવા જોઈએ. જેથી આકસ્મિક વિકટ પરિસ્થિતિમાં શોધવાની તકલીફ ન પડે. આ અંગે થોડા સૂચનો રજૂ કરૂં છું. (1) તમારા નાણાંકીય/ જીવનવીમા/ પોસ્ટ ઓફિસ/ મ્યુચ્યુઅલફંડ/ શેર ડિમેટ વગેરે સેવીંગ્સ માધ્યમોમાં અવશ્ય નોમીનેશન કરાવી દેવું.
આ નોમીનેશન વિના ટાઈટલ ઓપન ગણાય જેથી વારસદારે આઈડેન્ટીટી બોન્ડ વિગેરે જરૂરી કાર્યવાહી કરવી પડે તો પેમેન્ટ થઈ શકે. આ અંગે વધુ સ્પષ્ટતા માટે જે તે સંસ્થાનો કોન્ટેક્ટ કરવો. (2) આજની મેડીકલ ટ્રિટમેન્ટ મોંઘી થતી જાય છે જેના ખર્ચને પહોંચી વળવા પરિવાર જરૂરિયાત પ્રમાણે ‘મેડીક્લેઈમ’ પોલિસી અત્યંત આવશ્યક છે. (3) ખાસ કરીને પેન્શનરોએ તેની હયાતી બાદ, તેની પત્નીને દર મહિને આવક (ફેમિલી પેન્શન રકમ ઉપરાંત) મળી રહે તે પ્રમાણે બેન્ક/ પોસ્ટ ઓફિસની એફ.ડી.માંથી વ્યાજ મળી રહે તેવું આયોજન, આજની જીવનશૈલીમાં ખૂબ જ જરૂરી છે.
સુરત – દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.