Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા 23 કેસ, રાજ્યમાં નવા 67 કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદના માથે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધી જવા પામ્યું છે. બુધવારે અમદાવાદમાં 23 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના નવા 67 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં 417 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે એ પૈકી 8 દર્દી વેન્ટિલેટર પર તથા બાકીના 409 દર્દીની સ્થિતિ સ્થિર છે. બુધવારે રાત્રે આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં નવા નોંધાયેલા 67 કેસ પૈકી અમદાવાદ મનપામાં 23 કેસ, સુરત મનપામાં 11, જામનગર મનપામાં 7, વડોદરા મનપામાં 7, સુરત જિલ્લામાં 4, બનાસકાંઠામાં 3, વલસાડમાં 3, અમદાવાદમાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, તાપીમાં 2, વડોદરા જિલ્લામાં 1 એમ કુલ 67 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 22 દર્દીને સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 8,27,873 કેસ નોંધાયા છે. જ્યારે 817361 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10095 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં બુધવારે દિવસ દરમિયાન 3.35 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 10064 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 76923 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 34166 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 212901 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થકેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,38,62,280 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top