ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ૪૮૩ ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે તા.૪થી ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી દીધા હતા. સોમવારે ઉમેદવારીપત્રક ચકાસણી વખતે ભરૂચ જિલ્લામાંથી સરપંચ પદે ૧૬ ફોર્મ (Form) અને સભ્ય તરીકે ૧૪૧ ઉમેદવારી ફોર્મ અમાન્ય કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ (Sarpanch) પદેથી ૫૩૧ ફોર્મ અને સભ્ય તરીકે ૮૬૧ ફોર્મ પરત ખેંચાયાં હતાં. મંગળવારે ભરૂચ જિલ્લામાંથી વાલિયા-નેત્રંગને બાદ કરતા સાત તાલુકામાં સરપંચ તરીકે ૭૮ બિનહરીફ થતાં સભ્યો સહિત સત્તાવાર ૬૨ ગ્રામ પંચાયત સમરસ (Samaras) થઇ હતી.
- સરપંચ પદે ૧૧૭૬ અને ૨૮૯૪ વોર્ડમાં ૬૯૮૭ ઉમેદવાર મેદાને
- ૭૮ ગ્રામ પંચાયતના સરપંચ અને ૧૨૨૮ સભ્યો બિનહરીફ છતાં ૬૨ ગ્રામ પંચાયત સમરસ
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ૪૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election) જાહેર થઇ હતી. તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ૧૮૦૦ ઉમેદવારી થઈ હતી. જ્યારે સભ્ય તરીકે ૯૧૯૨ જણાએ ઉમેદવારી કરી હતી. ગત સોમવારે ઉમેદવારીપત્રક ચકાસણીના દિવસે નાની-મોટી ક્ષતિને કારણે સરપંચ તરીકે ૧૬ ફોર્મ તેમજ સભ્ય તરીકે ૧૪૧ ફોર્મ રદ કર્યાં હતાં. ગત મંગળવારે સરપંચ તરીકે ૫૩૧ તેમજ સભ્ય તરીકે ૮૬૧ ફોર્મ પરત ખેંચાયાં હતાં. મંગળવારે જ ૭૮ સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ૧૨૨૮ બિનહરીફ જાહેર થયા હતા. ભરૂચ ચૂંટણી શાખાએ આપેલી સત્તાવાર માહિતી આધારે ભરૂચ જિલ્લામાં ૬૨ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. આગામી તા.૧૯મી ડિસેમ્બરે મતદાન માટે ભરૂચ જિલ્લામાં કુલ ૪૨૧ ગ્રામ પંચાયતના સરપંચ માટે ૧૧૭૬ તેમજ ૨૮૯૪ વોર્ડમાં ૬૯૮૭ ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.
- ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સ્થિતિ
- તાલુકો – (સરપંચ)ખેંચેલાં ફોર્મ –(સભ્ય) ખેંચેલાં ફોર્મ –સરપંચ પદના ઉમેદવાર – સભ્ય પદના ઉમેદવારો -બિનહરીફ(સરપંચ) -બિનહરીફ (સભ્યો)
- જંબુસર – ૯૧ – ૧૯૪ – ૧૮૭ – ૭૧૬ – ૧૦ – ૨૭૨
- આમોદ- ૪૨ – ૬૮ – ૯૨ – ૪૬૧ – ૦૮ – ૧૨૯
- ભરૂચ- ૫૮ – ૧૨૪ – ૧૬૯ – ૧૦૯૦ – ૧૫ – ૨૧૧
- વાગરા- ૫૮ – ૯૪ – ૧૨૧ – ૬૫૩ – ૧૪ – ૧૮૭
- અંકલેશ્વર- ૩૮ – ૫૭ – ૮૯ – ૬૩૭ – ૧૦ – ૧૨૭
- હાંસોટ- ૨૮ – ૫૫ – ૫૩ – ૧૮૦ – ૧૪ – ૧૮૨
- ઝઘડિયા- ૧૧૨ – ૧૮૮ – ૧૯૧ – ૧૩૧૪ – ૦૭ – ૮૧
- વાલિયા- ૬૯ – ૯૦ – ૧૫૦ – ૧૦૫૯ – — – ૨૪
- નેત્રંગ- ૩૫ – ૨૧ – ૧૨૪ – ૮૭૭ – — – ૧૫
- કુલ- ૫૩૧ – ૮૬૧ – ૧૧૭૬ – ૬૯૮૭ – ૭૮ – ૧૨૨૮