Entertainment

વિકી-કેટની હલ્દી સેરેમની શરૂ, રાત્રે યોજાશે પુલ પાર્ટી, જાણો કયા બોલિવુડના સ્ટાર્સ રહેશે હાજર

રાજસ્થાન: વિકી કૌશલ (Vicky kaushal) અને કેટરીના કેફ (Katrina kaif)ના લગ્નના તમામ ફંકશન શરૂ થઈ ચૂક્યા છે. 9 ડિસેમ્બરે વિકી અને કેટ લગ્નના બંધનમાં બંધાશે. વિકી-કેટના શાહી લગ્નમાં મોટાભાગના બોલીવુડ (Bollywood ) સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. 7 ડિસેમ્બરથી જ સંગીત અને મહેંદીના ફંક્શન્સ શરૂ થઈ ચૂક્યા છે. 8 ડિસેમ્બરે એટલે કે આજે સવારે વિકી અને કેટની હલ્દી (પીઠી) ની રસમ પણ થઈ ગઈ છે. ત્યાર બાદ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને રાત્રે ડિનર બાદ મહેમાનો માટે પુલ પાર્ટી (Pool party)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિકી કેટના લગ્નમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, કરણ જોહર, ઋતિક રોશન જેવાં સેલેબ્સ આવી શકે છે. માહિતી અનુસાર શાહરૂખ ખાન, વિરાટ, અનુષ્કા માટે હોટલ ઓબેરોયમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ અક્ષય કુમાર માટે સવાઈ માધોપુરમાં હોટલ તાજમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોલિવૂડ સાથે જોડાયેલા નામોની વાત કરીએ તો કરણ જૌહર અને ફરાહ ખાન સિવાય રોહિત શેટ્ટી, કબીર ખાન, મિની માથુર, અંગદ બેદી, નેહા ધૂપિયા, શર્વરી વાઘ (સની કૌશલની ગર્લફ્રેન્ડ) અને અંગિરા ધર સહિતના અન્ય સ્ટાર્સ ગેસ્ટ તરીકે આવશે. કેટરિના અને વિકી કૌશલના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન બંને રીત રિવાજોથી થશે. કેટરિના અને વિકી પહેલા ભારતીય હિંદુ રીતિ-રિવાજો સાથે સાત ફેરા લેશે અને પછી તેઓ કિશ્ચયન રીતથી લગ્ન કરશે.

ગઈકાલે એટલે 7 ડિસેમ્બરે વિકી -કેટની મહેંદી અને સંગીત સેરેમની યોજવામાં આવી હતી. બંનેના પરિવારે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. આ સેરેમની અંદાજે એકથી દોઢ કલાક ચાલી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમની ઉજવણી ખરબૂજા મહેલની નીચે બનેલી લોનમાં થઈ હતી. લોનને ઓપન થિયેટરની જેમ તૈયાર કરવામાં આવી છે. બંને કપલે કેટરીનાની ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત ‘કાલા ચશ્મા’ પર સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં પંજાબી તથા રાજસ્થાની ગીત પર પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું. કેટરીના કૈફ-વિકી કૌશલની સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. કેટરીનાએ સંગીત સેરેમનીમાં પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરના એકપણ સોંગ્સ પ્લે કરવાની ના પાડી દીધી હતી.

લગ્ન સમારોહ દરમિયાન મહેમાનોને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. કેટરિનાના વિદેશી પરિવાર અને વિકીના સંબંધીઓના પંજાબી ટેસ્ટને ધ્યાનમાં રાખીને ફૂડ તૈયાર કરવામાં આવશે. જેમાં બટર ચિકનથી લઈને બ્રોકોલી સલાડ અને રાજસ્થાનની કેટલીક ફેમસ આઈટમ્સ પણ જગ્યા બનાવશે. રાજસ્થાનનું પારંપરિક ભોજન દાલ બાટી ચૂરમા હશે, જેમાં 15 પ્રકારની દાળ રહેશે. બ્લૂ એન્ડ વ્હાઇટ રંગની પાંચ ટાયર ટિફની કેક બનાવવામાં આવશે. આ કેક ઇટલીના શૅફ તૈયાર કરશે. પાન તથા પાણીપુરીનો સ્ટોલ પણ હશે. આ ઉપરાંત અનેક ભારતીય વ્યંજનો સર્વ કરવામાં આવશે.

વિકી -કેટના લગ્નમાં સિક્યુરિટીએ ખુબ જ સખત રાખવામાં આવી છે. નો ફોન, નો વિડીયો , નો ફોટ્સ અને જો કોઈ મહેમાનને ફોનની જરૂર પડે અને અંદર લઈ જવાં માગે તો એના ફોનમાં એક સ્ટિકર લગાવવાં આવશે જેનાથી એ ફોટો કે વિડીયો શૂટ કરી શકશે નહી. આવી સિક્યુરિટી અંબાણીના છોકરાના લગ્નમાં રાખવામાં આવી હતી અને પ્રિયંકા ચોપડેના મેરેજમાં પણ રાખવામાં આવી હતી. વિકી-કેટના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ઇવેન્ટ કંપનીએ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. આ ગીફ્ટ હેમ્પરમાં એક લેટર પણ આપવામાં આવ્યો હતો. સાથે જ આ લેટર સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે તમે મોબાઇલ ફોન રૂમમાં રાખો અને લગ્નના કોઈપણ પ્રોગ્રામની તસવીર ના લો અને એને સો.મીડિયામાં શૅર ના કરો.

Most Popular

To Top