ગોધરા: હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની ટીમે રોકડ રકમ અને વાહન મળીને રૂપિયા 3,76,010 ના મુદ્દામાલ સાથે 15 જુગારીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને બે ફરાર જુગારીઓને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.હાલોલ નગરમાં આવેલ રાજુશા બાવા દરગાહ ની તથા રામ રહીમ ગેરેજ ની વચ્ચે આવેલ બાવળ ની ઝાડીઓમાં મસમોટુ જુગારધામ ચાલતું હોવાની માહિતી ગાંધીનગરની વિજિલન્સની ટીમ ને મળી હતી.
ગાંધીનગરની વિજિલન્સની ટીમે માહિતીના આધારે હારજીતનો જુગાર રમાઇ રહ્યો હતો જોકે અમુક જુગારી નાસી જવામાં પણ સફળ રહ્યા હતા. વિજિલન્સની ટીમે પકડી પાડેલ ૧૩ જેટલા જુગારીયાઓ ને ટાઉન પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ નો દોર શરૂ કરતા આફ્રિદી ઉર્ફે માંચો નિઝામ ભાઈ અરબ, મીતેશ ઉર્ફે લલ્લુ રમણલાલ અગ્રવાલ, ખ્વાજા ભાઈ ગનીભાઇ કુરેશી, પ્રજેશકુમાર ઉર્ફે ચિન્ટુ સુભાષચંદ્ર શાહ, યાસીન વાઘેલા, અશોક ઉર્ફે કાબરો ભરતભાઈ ગુપ્તા, શહીદ ઉર્ફે ઝેર અબ્બાસ ભાઈ પટેલ , ઈરફાન ઉર્ફે ખબ્બો ઈલિયાસભાઈ દૂધવાલા, ભુરાભાઈ ઉર્ફે માયાભાઈ જીવણભાઈ નયા , હસન મહંમદ બાગવાલા , અશ્વિન કુમાર છત્રસિંહ ગોહિલ, સરફરાજ લિયાકત ખાન પઠાણ, નામદેવ ભાવચંદ્ર સોની નામના વ્યક્તિઓ પકડાયા હતા. જ્યારે જુગાર સ્થળ પરથી નિઝામ ભાઈ મહમંદ અમરૂ અરબ અને ખાલિદ ભાઈ નાસી જવામાં સફળ રહ્યા હતા.ગાંધીનગરની વિજિલન્સની ટીમે એક મોટા રમાતા જુગારધામ પર રેડ પાડતાં ૧૫ જેટલા જુગારીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને 1,52,10 રોકડ રકમ અને વાહન મળીને રૂપિયા 3,76,010 નો મુદ્દામાલ સાથે ફરાર બે જુગારીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.