SURAT

સુરત: સિંગણપોર ચાર રસ્તા ખાતે ગેરકાયદે ધમધમતી આ માર્કેટની 150 દુકાનો સીલ

સુરત: (Surat) સુરત મનપાના (Municipal Corporation) કતારગામ ઝોન દ્વારા શુક્રવારે સીગણપોર ચાર રસ્તાની આજુબાજુમાં ન્યુસન્સ રૂપ દબાણો સામે કડક કાર્યવાહી કરીને સપાટો બોલાવ્યો હતો. જેમાં અહી ગેરકાયદે ધમધમતુ આખુ લેસ માર્કેટ સીલ (Market Seal) કરી દેવાતા અહીના વેપારીઓ દોડતા થઇ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ લેસ માર્કેટ અગાઉ કોરોનાની ગાઇડ લાઇન વખતે પણ રાજકીય ઓથ હેઠળ ધમધમતુ હોવાની ફરિયાદ મળતા કતારગામ ઝોન (Katargam Zone) દ્વારા સીલ મરાયા હતા. ત્યાર બાદ મનપાના તત્કાલીન એક ઉચ્ચ પદાધિકારીની ભલામણથી સીલ ખુલી ગયા હતા. સીગણપોર ચાર રસ્તા ખાતે જ દુકાન ધરાવતા અમુક દુકાનદારો દુકાનની આગળની જગ્યા ભાડે આપી દબાણોને પ્રોત્સાહન આપતા હોવાનુ ધ્યાને આવતા કતારગામ ઝોન દ્વારા આવી 10 દુકાનો સીલ મારી દઇ સપાટો બોલાવાયો હતો.

કતારગામમાં જાહેર રોડ પર ન્યુસન્સ કરતી ચિકન-મટનની સાત દુકાનો સીલ કરાઈ
કતારગામમાં ઉત્કલનગર ચાર રસ્તા નિખાલસ નગર ઝુંપડપટ્ટીના જાહેર રોડ પર માછલી વેચાણની પ્રવૃત્તિ કરતા લોકો સામે વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. જેના પગલે શુક્રવારે પોલીસ અને એસઆરપીની ટીમ સાથે રાખી અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. મનપાના અધિકારીઓ દ્વારા માછલીનું વેચાણ કરતા લોકો પાસે તપાસ કરવામાં આવતા દુકાનના કોઈ પુરાવા રજુ કર્યા ન હોય ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને સાત દુકાનો સીલ કરી હતી. પાલિકા દ્વારા દબાણો હટાવવાની સાથે સાથે માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

લિંબાયત ઝોનમાં પાણી કમિટીની મીટિંગ મળી : નવા વિસ્તારોમાં પાણીનું નેટવર્ક જલદીથી નાંખવા માંગ

સુરત: શુક્રવારે લિંબાયત ઝોનમાં પાણી સમિતિના અધ્યક્ષ રાકેશ માળીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક કોર્પોરેટરો અને ઝોનના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં ઝોનમાં પાણીની સમસ્યા મુદ્દે ચર્ચાઓ થઈ હતી. જેમાં ખાસ કરીને નવા સમાવાયેલા વિસ્તારોમાં તાકીદે પાણીનું નેટવર્ક નાંખવા માટેની રજુઆતો થઈ હતી. સાથે સાથે પાણી ઓછા પ્રેશરથી આવવાની સમસ્યા વિશે પણ રજુઆત થઈ હતી. લિંબાયત ઝોનમાં ખાસ કરીને ગોડાદરા આદર્શ સોસાયટી, રામદેવનગર, રણછોડનગર, એલ.એન.પાર્ક, પુષ્પાનગર ભાઠેના, માનદરવાજા ટેનામેન્ટ, મીઠીખાડી રાવનગર, ગોડાદરામાં આસપાસનગર, આસ્તિકનગર, રત્નપ્રભા સોસાયટી, નવાગામમાં શિવહીરાનગર, ગોવર્ધન નગર, ખોડિયારનગર, ગોડાદરા સ્થિત કલ્પનાનગર, વિશ્રાંતી પાર્ક, કૈલાસનગર, શિવકૃપા સોસાયટીમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદો થઈ હતી.

Most Popular

To Top