National

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે, બંને દેશો વચ્ચે આ મામલે દ્વિપક્ષીય કરારની સંભાવના

દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન (Vladimir Putin) આવતા અઠવાડિયે એટલ કે 6 ડિસમ્બરના રોજ ભારતની મુલાકાત લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે વાતચીત પછી ભારત અને રશિયાના વિવિધ ક્ષેત્રોમાં કેટલાંક ગોપીનીય 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે. રાષ્ટ્રપતિ પુતિનના સહયોગી યુરી ઉસાકોવ ટાંકીએ (Yuri Ushakov Tanki )કહ્યું કે લગભગ 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે જે બંને દેશો માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું આના પર હજુ કામ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે આ મુલાકાતના ભાગરૂપે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારત અને રશિયા મિત્રતા ઘણો વર્ષો જૂની છે. પરંતુ હાલમાં વર્તમાનમાં પરિસ્થિતિ થોડીક નાજુક છે, છતાં પણ રશિયા અને ભારત વચ્ચે મિત્રતા જળવાઈ રહી છે.

વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિન સોમવારે નવી દિલ્હી આવી રહ્યા છે. નવેમ્બર 2019 માં બ્રિક્સ સમિટની મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે. સોમવારે નવી દિલ્હીમાં ભારત અને રશિયાના વડાઓ તેમજ બંને દેશોના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને વિદેશ પ્રધાન એસ.જયશંકર (External Affairs Minister S. Jayashankar) તેમજ રશિયાના સંરક્ષણ પ્રધાન સરગેઈ સોયગ્યુ (Defense Minister Sergei Soygu) અને વિદેશ પ્રધાન સરગેઈ લાવરોવ (Foreign Minister Sergei Lavrov) વચ્ચે પણ બેઠક યોજાશે.

ભારતના વિદેશ મંત્રાલય પ્રવક્તા અરવિંદ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે 21 વાર્ષિક ભારત-રશિયા સમિટમાં બંને દેશોને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરાશે. વધુમાં તેમણે કહ્યું કે પુતિન અને પીએમ મોદીને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની તક મળશે. ભારત અને રશિયા વચ્ચે પહેલી વખત ટુ પ્લસ ટુ બેઠક યોજાવાની છે. ભારત અને રશિયાની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. કારણ કે રશિયા અને અમેરિકા બંને દેશો વચ્ચે પરસ્પર નૈતિક સંબંધ ગૂચવાયેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન છેલ્લે 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતાં અને ત્યારે ભારતે રશિયા પાસે 5.3 અજબના ડોલરના ખર્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા હતાં. અમેરિકામાં પ્રતિબંધ હોવા છતાં ભારતે રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા હતાં.

Most Popular

To Top