હિન્દી ફિલ્મોમાં આવવા માટે પ્રયત્ન કરનારા વિદેશી અભિનેતાઓ બહુ ઓછા જોવા મળશે પણ અભિનેત્રીઓ તો અનેક દેશથી મુંબઇ એન્ટ્રી મારે છે. આમાં અડધી ઇન્ડિયન હોય તે થોડી સફળ પણ જાય છે. બધી કેટરીના કૈફ બની બની શકતી નથી. જેકલીન ફર્નાન્ડિસ પણ ચાલી ગઇ, બાકી બીજી અનેક હજુ કારકિર્દીમાં સ્થિર થઇ શકી નથી. કલ્કી કોચલીને પોતાના માટે એક સ્થાન જરૂર ઊભું કર્યું છે. પણ તે મનોરંજક ફિલ્મનો ભાગ બની શકે એવી કેલેન્ટ ધરાવતી નથી. હિન્દી ફિલ્મોમાં કામ કરવું હોય ને ફકત સારો અભિનય કરી શકે તેમ હો તે ન ચાલે. ડાન્સ કરવો પડે. ઉત્તેજક સેકસ દ્રશ્યો માટે ય તૈયાર રહેવું પડે અને કારણ વિનાનો રોમાન્સ તો કરવો જ પડે!
મૂળ સ્ટોકહોમ, સ્વીડનની એલી એવરામ વર્ષોથી મુંબઇને હોમ બનાવીને રહે છે પણ એક હદથી વધુ તે ઉડાન કરી શકે તેમ નથી. દુનિયાના ઘણા દેશો એવા છે જયાંના ફિલ્મોદ્યોગનું કદા ઘણું નાનુ છે એટલે ત્યાંના કોઇને થાય કે એકટિંગમાં લાઇફ બનાવવી છે તો દેશ છોડવો પડે. બીજા દેશ તો છોડો પાકિસ્તાનના કળાકારો માટે જો મુકત રીતે દરવાજા ખોલો તો આખું ધાડુ ઇન્ડિયા ઊતરી આવી. એલી એવરામ એ રીતે જ ભારત આવી છે પણ કોઇ ધાડ મારી શકતી નથી.
હવે તો તે ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં ય કામ કરે છે. હકીકતે તો તેણે પોતાની ઓળખ ઊભી કરવા ‘બીગ બોસ-૭’ નો જ ઉપયોગ કરેલો અને પછી ફિલ્મો મળતી થયેલી. આમીર ખાન જેવાએ ‘કોઇ જાને ના’ એક ગીતમાં તેને ચાન્સ આપેલો. (આમીર ચાન્સ આપે તો તેના કારણો બહુ ખાનગી હોય છે ને એ ‘ખાનગી’ એવું છે કે જે આમ તો સમજુક માટે જાહેર જ છે) તે ‘જબરીયા જોડી’, ‘મલંગ’ વગેરેમાં ય આવી. પણ પોતાને સેન્સેશનમાં ન ફેરવી શકી એટલે ‘ધ વર્ડિકટ – સ્ટેટ વર્સિસ’ અને ‘ઇન્સાઇડ એજ’ જેવી વેબસિરીઝમાં કામ કર્યું.
એવી એવરામના પિતા કે જે ગ્રીક છે તે સંગીતકાર અને તેની મા કે જે સ્વીડીશ છે તે ઇંગમાર બર્ગમેન જેવા ગ્રેટ દિગ્દર્શકની ‘ફેની એન્ડ અલેકઝાંડર’માં કામ કરી ચુકી છે. એલીને તો સ્કેટીંગ, સિંગીંગ ને ડાન્સિંગનો પણ શોખ હતો અને નાની પાંચ વર્ષની હતી ત્યારથી ભારતીય નૃત્ય તેને ગમતાં એટલે જ તે ઇન્ડિયા આવી હતી. ૨૦૧૨ થી તે ટૂરિસ્ટ વિઝા પર આવી અને ફિલ્મોમાં કામ મળે તે પહેલાં ટી.વી. પર હિન્દી ફિલ્મો જોયા કરતી અને ‘મિકી વાઇરસ’ નામે ફિલ્મ મળી અને હિન્દી ઉચ્ચારણ માટે ય પૂરતી તાલીમ લીધી. પણ એક તકલીફ હતી અને એ જ ફાયદો પણ હતો કે તે થોડીક કેટરીના કૈફ જેવી દેખાતી હતી.
પણ ધીરે ધીરે તેને કરણ જોહરની ‘ઉંગ્લી’ પણ મળી જયારે કીસ કીસ કો પ્યાર કરું ને વધારી લેવામાં આવી. તો તેનામાં નવી તાકાત આવી. ‘નામ શબાના’, ‘પોસ્ટર બોયઝ’, ‘ફોડ સૈયા’ ને ‘જબરીય જોડી’ ફિલ્મો ત્યાર પછીની જ છે. બીજી એક ‘બટર ફલાય’માં તે વિજયલક્ષમી બની છે. આ ઉપરાંત ‘પિયાનો’ કે જે હિન્દી ઇંગ્લિશમાં બની રહી છે તેમાં અમીતા વન્વરનું પાત્ર ભજવી રહી છે. એવું કહી શકો કે ગીતોમાં નાચતાં દેખાવાથી આગળ વધી તેને એવી ભૂમિકા મળી છે.