વડોદરા: ગુજરાત સરકાર દ્વારા સૌરઉર્જાના ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહયો છે.તો બીજી તરફ સૌર ઉત્પાદનો પર લાગતાં જીએસટી 5 ટકાથી વધારી 12 ટકા કરી સીધો 7 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે.જેના કારણે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ ડોમેસ્ટિક યુઝર માટે પહેલા કરતા વધુ મોંઘો બનશે.જ્યારે કાચા માલના ભાવ અને જીએસટીના ભારે વધારાને કારણે સોલાર કંપનીઓ પર અસર વર્તાશે જેને લઈ રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે રિન્યુએબલ એનર્જી એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ઉદ્યોગકારોએ એકત્ર થઈ ઉગ્ર સુત્રોચાર કરી જીએસટીમાં ઘટાડો કરવા માંગ કરી હતી.
જીએસટીમાં કરવામાં આવેલ વધારાને લઇને સોલાર ઉદ્યોગ પર તેની માઠી અસર પડી છે.એટલું જ નહીં કાચામાલ ઉપર 60 ટકા સુધીનો વધારો થતા તેનો અમલ 1લી ઓક્ટોબર 2021 થી અમલી બન્યો છે.જેના અંતર્ગત જીએસટીમાં 5 ટકા થી 12 ટકાનો વધારો થયો છે.જેના કારણે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ અમલીકરણ કરવા ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે.જે અંગે ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે.મંગળવારે વડોદરાના ઉદ્યોગકારોએ રેસકોર્ષ સ્થિત મધ્યગુજરાત વીજ કંપનીની કચેરી બહાર બેનરો પોસ્ટરો સાથે ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.અને અધિકારીને રજુઆત કરી જીએસટીના દર ઘટાડવા માંગ કરી હતી.
મોટા ભાગના ઘરો કે શોપીંગ કોમ્પલેકસ પર સોલાર પેનલ લાગેલી જોવા મળી રહી છે.સોલાર પેનલ થકી સુર્યની ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વીજળીના વધતાં જતાં ભાવની સામે સોલર પેનલ લોકો માટે બહુઉપયોગી સાબિત થઇ રહી છે.સરકાર પણ સોલાર ઉર્જાના ઉપકરણો પણ સબસીડી આપી રહી છે.સોલર ઉર્જાના વધતાં જતાં વ્યાપ વચ્ચે સરકારે અચાનક જીએસટીમાં વધારો કરી દીધો છે.સોલાર ઉર્જાના સાધનોમાં વપરાતા રો- મટીરીયલ પર લાગતો જીએસટી 12 ટકા કરી દેવાયો છે.જે અગાઉ માત્ર 5 ટકા હતો.જીએસટીમાં કરાયેલા વધારાના વિરોધમાં સોલર ઉદ્યોગકારો વડોદરા ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી બહાર એકત્ર થઈ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.
અને જો સરકાર જીએસટીમાં ઘટાડો નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે. આ ક્ષેત્ર થકી 10,000 થી વધુ લોકોને રોજગારી મળે છે. જો રો મટીરીયલ પર જીએસટીમાં વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સોલર ઉદ્યોગ બંધ થાય તેવી પણ સંભાવના નકારી શકાય તેમ નથી.જો આ ઉદ્યોગ બંધ થશે તો ગ્રાહકો પર દર વર્ષે 40 કરોડ નો બોજો આવી શકે છે.તેમજ 3,000 પ્રત્યક્ષ રોજગાર અને 50,000 થી રોજગારીની ખોટ સર્જાશે.