Comments

ખેતીના કાયદાનું રાજકારણ

ખેતીના ત્રણ કાયદા ઉતાવળે લાવવા પાછળ ચોક્કસ પણે આર્થિક કારણો હતા પણ તેને અણધારી રીતે પાછા ખેંચી લેવા પાછળ નહીં. ખેતી કાયદાને પાછા ખેંચી લેવાની દેશને આશ્ચર્યમાં મુકી દેનાર જાહેરાત રાષ્ટ્રજોગ સંભાષણમાં કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ જરૂર પડી તે બાબતમાં મતમતાંતર ચાલ્યા કરે છે. સામાન્ય રીતે મોદી અગત્યની  જાહેરાત કરવા માટે પોતાની પસંદગીનો સમય અને સ્થળ નક્કી કરે છે. ભલે આ હવે લોકપ્રિય થયેલ રાષ્ટ્રજોગ સંભાષણનો માર્ગ આયોજનપૂર્વક નક્કી થયો હતો. નરેન્દ્ર મોદી માટે નોટબંધી અને જીએસટીની રચના અને અમલની નિષ્ફળતા બદલ પસ્તાવો કરાવનું કે ક્ષમા માંગવાનું આવતું જ ન હતું. પણ તા. 19મી નવેમ્ણર 2021, અમુક રીતે જુદી પડતી હતી.

Reform vs politics: The legal imbroglio around agriculture reforms - The  Financial Express

ભરચક્ક હાજરી વચ્ચે સમાચાર ચેનલોના મહત્વના સમયનો ઉપયોગ કરવાને બદલે આ સૌથી મહત્વનો સંદેશો આપવા માટે વહેલી સવારનો પ્રસારણ સમય પસંદ કર્યો. પહેલા તો કોઇ પણ જાહેરાત કરતાં પહેલાં દેશને સાવચેત કરવામાં આવતો હતો અને હવા ઉભી કરવામાં આવતી હતી. ચોક્કસપણે આ જાહેરાતનો દિવસ ગુરુ નાનક જયંતીનો ખાસ પસંદ કરવામાં આવ્યો હતો, ભલે તે અચાનક લાગે પણ શાસક પક્ષની પ્રતીક પર વધુ ભાર મુકવાની ખાસિયત બતાવતો હતો. ખેડૂતોનું એક વર્ષથી ચાલતું આંદોલન હકીકતમાં કોઇ પણ ધર્મ અને પ્રદેશને લાગુ પડતું હોવા છતાં શાસક ભારતીય જનતા પક્ષના કેટલાક લોકોએ તેને કમનસીબે શીખ ધર્મ સાથે જોડી દીધું છે. આંદોલનકારી ખેડૂતો દ્વારા મુદ્દાઓ સાચી રીતે ઉઠાવવામાં આવ્યા હતા પણ તેઓ રાજકીય નેમ વગર કામ કરતા હતા એમ કહેવાનું મુશ્કેલ છે.

મોદીએ પોતાનો સંદેશો તદ્દન બીનપરંપરાગત રીતે આપ્યો તે જોતાં લાગે છે કે મોદી પોતાનું અક્કડપણું છોડી રહ્યા છે! સરકારી બાબતોમાં સત્તા પરના પક્ષ કે તેના નેતાની અંગત માન્યતાઓને ભાગ્યે જ કોઇ સ્થાન છે અને લોકશાહીમાં નિર્ણયો કરવા હોય તો લોકોને કેન્દ્રમાં રાખી સલાહ મસલત કરવી પડે એવી સમજ તેમનામાં પ્રગટી રહી છે! ખેતી કાયદાના વિવાદમાં ચર્ચા અને પ્રતિતીની ખુવારી થઇ અને રાજકારણે કેન્દ્રીય સ્થાન લઇ લીધું. સરકારે વિરોધ કરતા ખેડૂત નેતાઓ સાથે સોળ બેઠકો કરી પણ તેઓ ખરેખર ખેડૂતોનો સમય પસાર કરી જુસ્સો કમ કરવા માંગતા હતા. પરિણામે સંઘર્ષ વધ્યો. ફરી પાછો પ્રશ્ન એ થાય છે કે વડાપ્રધાને ખેતી કાયદા કેમ પાછા ખેંચી લીધા અને ખેડૂતોની અને દેશની માફી માંગવાનું એક ડગલું કેમ આગળ વધ્યા?

The Hindu Explains | Who gains and who loses from the farm Bills? - The  Hindu

લોકો અને ખાસ કરીને ખેડૂતોની ઇચ્છા સમક્ષ વડાપ્રધાન ઝૂકી જાય તેથી તેઓ નીચા નથી પડી જતા. સરકારનો હાથ ઉપર છે એવું મક્કમતાપૂર્વક કહીને અને ખેતી કાયદા વાજબી છે એવું ફરી ભારપૂર્વક કહેવાથી બે આંગળ છેટા રહીને પ્રવચન લખનારાઓએ પોતાના પ્રયત્નો કર્યા હોવા છતાં મોદીની પ્રશંસા કરવી પડે. સંઘના ટોચના નેતાઓએ ખેડૂતોનું આંદોલન ખતમ કરવા દબાણ કર્યું હોવા ઉપરાંત ખેતી કાયદા પાછા ખેંચી લેવા પાછળનું સૌથી શકય કારણ રાજકીય અને ચૂંટણી લક્ષી છે. લોકસભા અને વિધાનસભાઓની 29 બેઠકોની પેટા ચૂંટણી છે. ખાસ કરીને પોતાના જ શાસન હેઠળના હિમાચલ પ્રદેશમાં પણ પોતાનો ભૂંડો દેખાવ થવાથી પક્ષના માંધાતાઓ ચોંકી ઉઠયા હતા.

હવે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભાઓ સહિતની પાંચ રાજયોની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ત્યાર પછી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં આવી રહી છે ત્યારે મોદી પાસે ખેતી કાયદા પાછા ખેંચી લેવા સિવાય બીજો કોઇ રસ્તો નહતો. આ ચૂંટણી થવાની છે તે પાંચ રાજયોમાંથી પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતમાં છે અને ખાસ કરીને લોકસભાની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પક્ષ માટે મહત્વનું છે. હિમાચલ પ્રદેશમાં પક્ષના દેખાવના છાંટા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પડશે અને 2022ની ઉત્તરાર્ધમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે હિમાચલ પ્રદેશમાં પણ પડશે.

ખેતી કાયદા પાછા ખેંચાયા તેમાં કોની હાર કે કોની જીત થઇ તેની છણાવટ કરવાનું સમજણભર્યું નથી પણ જયારે આ નિર્ણયની સાથે રાજકીય ચૂંટણીલક્ષી ગણતરીઓ થતી હોય ત્યારે આવી છણાવટ જરૂરી બને છે. છ મહિના પહેલા આ નિર્ણય લેવાયો હોત તો પરિસ્થિતિ અલગ હોત પણ પાંચ વિધાનસભાઓની ચૂંટણી માથે ગાજે છે અને પેટા ચૂંટણીમાં પછડાટ ખાઇ છે ત્યારે આ નિર્ણય લેવાયો છે પછી ભલે ભારતીય જનતા પક્ષ કહેતો ફરે કે નારે, એવું કંઇ નથી.સરકારે ખેતી કાયદા પાછા ખેંચી લેવાની પરિસ્થિતિ હાથ ધરવામાં અને ખેડૂતોમાં પોતાની વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટે કંઇક વિશેષ કરવું પડશે. જો કે ભારતીય જનતા પક્ષના કેટલાક લોકો ગણગણાટ કરતા ફરે છે કે એકવાર ચૂંટણીનો આગામી દૌર પૂરો થઇ જવા દો, પછી પાછા આ કાયદા લાવીશું.

ખેતી કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી તેને નાબૂદ કરતા ખરડા સંસદ પર શિયાળુ સત્રમાં રદ તાકીદે પસાર કરાવવાની મોદી સરકારે આપેલી બાંહેધરી સાથે ગભરાટ વ્યકત થતો લાગે છે.ખરી જરૂર પક્ષના સભ્યોએ સંયમ રાખવાની છે. ખેડૂતો સરકારની બાંહેધરીને યથાવત સ્વરૂપે સ્વીકારતા નથી તે ચિંતાજનક છે.સરકારને ઘૂંટણિયે પાડવા માટે શાંતિમય અને લોકશાહી માર્ગે આંદોલન કરનાર ખેડૂતોને સલામ. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષે તો આનંદ મનાવવો જોઇએ કે ખેડતોની માંગ પૂરી કરવા કાયદા પાછા ખેંચી તેમણે વિરોધ, વિવાદ અને ચર્ચાની લોકશાહી પરંપરાઓને માન આપ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top