ભરૂચ, અંકલેશ્વર: (Ankleshwar) જરૂરિયાત મંદોના બેલી અને દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની (Ahmed Patel) પુણ્યતિથિ નિમિત્તે માદરે વતન પીરામણ ખાતે કોંગ્રેસના (Congress) પીઢ આગેવાનો શ્રદ્ધાસુમન અર્પવા આવ્યા હતા. વિનમ્ર સ્વભાવના મર્હુમ અહેમદ પટેલની પહેલી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં દિવ્યાંગ કેમ્પ રાખવામાં આવતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gehlot) આવ્યા હતા. મર્હુમ અહેમદ પટેલની પહેલી પુણ્યતિથિએ તેમના પરિવારજનો અને તેમના સમર્થકોએ કોઈ ઝાકઝમાળથી પર રહીને જરૂરિયાતમંદોની સેવા એ જ લક્ષ્ય રાખીને દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- કૃત્રિમ પગ નાંખ્યા બાદ દિવ્યાંગે મન મૂકીને ડાન્સ કર્યો: સ્વ.અહેમદ પટેલની દીકરી મુમતાઝ ગદગદિત
- અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં દિવ્યાંગ કેમ્પ યોજાયો
પહેલા દિવસે એક ગરીબ માનવીને એક પગ ન હતો. અંકલેશ્વર દિવ્યાંગ કેમ્પમાં જયપુરના નિષ્ણાત તબીબે તદ્દન મફત કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો. પગ લગાવીને મૂવમેન્ટ કરાવીને ચાલતો થતા માનવીને જાણે હાશકારો થયો હતો. રાજસ્થાનના CM અશોક ગહેલોત, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, મર્હુમ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ સહિતના આગેવાનો દિવ્યાંગ કેમ્પની મુલાકાત લેતી વેળા કૃત્રિમ પગ બેસાડેલા એ ગરીબ માનવી ત્યાં જ હતો. તેમનો પરિવાર અને પીઢ આગેવાનોને જોતા કૃત્રિમ પગ બેસાડેલા માનવીએ હરખથી કુદરતી અને કૃત્રિમ પગ વડે મન મૂકીને ડાન્સ કરીને પોતે હવે હું અપંગ નથીનો અહેસાસ કરાવ્યો હતો. આ પ્રસંગ જોતા દીકરી મુમતાઝ પટેલને પિતા મર્હુમ અહેમદ પટેલના દુઃખીયારા લોકોની સેવાનાં સપનાં પૂરાં કરવાનો મનોમન ઈચ્છા પૂરી થતા ગદગદિત થઇ ગઈ હતી. આ ઘટના જોયા બાદ કોંગ્રેસના પીઢ આગેવાનોને આનંદ થયો હશે.
ગુરૂવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વ.અહેમદ પટેલની તસ્વીરને પુષ્પાંજલિ અર્પીને કાર્યકર્તાઓએ તેમની યાદો તાજી કરી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર કેબલ બ્રીજ બનાવવાની ભૂમિકા અહેમદ પટેલની હતી. અહેમદભાઈનો વિન્રમ સ્વભાવ અને સામાન્ય કાર્યકરો સાથેનો અતુટ નાતો હરહંમેશ સ્મૃતિપટલ રહેશે. આ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવાસદનના વિપક્ષી નેતા સમસાદ સૈયદ, સલીમ અમદાવાદી, સુલેમાન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજ્પ્રીત શોકી સહીત આગેવાનો ઉપસ્થિતરહ્યા હતા.