Madhya Gujarat

વિકાસના કામોને લઇ વિપક્ષનો સભામાં ભારે હોબાળો

દાહોદ: દાહોદ નગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં સમેટાઈ જતાં વિપક્ષ(કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો અને વિકાસના કામોને લઈ કોંગ્રેસના કાઉન્સીલરે ભારે હોબાળો મચાવી અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સામાન્ય નાગરીક તરીકે સામાન્ય સભામાં પહોંચી હતી પરંતુ તેઓને સામાન્ય સભામાં પ્રવેશ ન આપતાં તેઓ બહાર ઉભા રહ્યાં અને તેઓ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતા.

દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભા મળતાં પહેલાં જ માહોલ ગરમાયો હતો. ૧થી ૨૪ કામોના એજન્ડાને ગણતરીની સેકન્ડોમાં જ સર્વાનુમતે મંજુર કરી દેવાતાં આશ્ચર્ય ફેલાયું હતું ત્યારે બીજી તરફ વિકાસના કામોને લઇ  કોંગ્રેસના મહિલા કાઉન્સિલર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાઉન્સીલર દ્વારા દાહોદ નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ, કલર કામ અને ગૌશાળાના કામોના વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યાં હતા. તેઓના જણાવ્યાં અનુસાર, રાજ્યના પ્રાદેશિક કમિશનર દ્વારા ડમ્પિંગ યાર્ડનો ઠરાવ રદ્દ કરવા છતાં જવાબદાર સામે કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતા.

સામાન્ય સભા શરૂ થતાં પ્રમુખ દ્વારા પ્રસ્તાવના આરંભ કર્યાેં હતો પરંતુ પ્રસ્તાવના વચ્ચે કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા બોલવાનું ચાલુ રાખતાં પક્ષના નેતા દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, આપે જે બોલવું હોય તે પ્રસ્તાવના પૂરી થઈ ગયા પછી બોલજાે પરંતુ મહિલા કાઉન્સીલર દ્વારા ત્યાર પછી પણ બોલવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ ૦૧ થી ૨૪ કામો એકસાથે સદસ્યોએ સર્વાનુમતે મંજૂર કરીને ગણતરીની સેકન્ડોમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી.

ત્યારે મહિલા કાઉન્સીલર દ્વારા અનેક આક્ષેપો કરી, અમોને બોલવા દેતાં નથી, લોકશાહીનું ગળુ દબાવવામાં આવે છે અને જમીન પર જ ધરણા કરવા બેસી ગયાં હતા પણ એ દરમ્યાન કોંગ્રેસના કોઈ સદસ્ય ત્યાં હાજર ન હતા. તે એક મહત્વની વાત જાેવાઈ રહી હતી ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાના પ્રમુખના પાસેથી જાણવા મળ્યાં અનુસાર, સામાન્યમાં દર વખતે અઠવાડીયા પહેલા એજન્ડા પહોંચી જતાં હોય છે. તેમને કાઈપણ માહિતી કે જે તપાસ કરવી હોય તો આવી કરી છે.

જેથી સોમવારની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય દ્વારા જે સોમવારની સભામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવા જે કૃત્ય કરવામાં આવ્યું છે. તે તેમની માનસીકતા જ બતાવે છે કે, નગર વિકાસના કામોમાં કેટલા સહયોગી બની શકશે. સામાન્ય સભા દરમ્યાન દાહોદ નગરપાલિકાના પ્રમુખ દધીચી ઋષીને યાદ કર્યાં હતાં. દધીચી ઋષીના તપોભુમી પર નવા ચીફ ઓફિસરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top