વડાપ્રધાને ભલે એગ્રીકલ્ચર એક્ટને પાછો ખેંચવાની જાહેરાત કરી હોય, પરંતુ સંસદ દ્વારા તેને રદ ન થાય ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન (Protest) ચાલુ રહેશે. સોમવારે લખનૌના ઈકો ગાર્ડનમાં સંયુક્ત કિસાન મોરચાની મહાપંચાયતમાં બીકેયુના (BKU) પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) જાહેરાત કરી કે આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સંગ્રામ વિશ્રામની જાહેરાત ખેડૂતો (Farmers) દ્વારા નહીં પરંતુ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હજુ પણ ઘણા મુદ્દા છે, જેના નિરાકરણ પછી જ આંદોલનનો અંત આવશે.
કૃષિ કાનૂન રદ કરવાં અંગે લખનૌમાં સોમવારે બંગલા બજાર સ્થિત ઈકો ગાર્ડનમાં સીએએ ને લઈ કિસાન મહાપંચાયત પૂર્વે કરવામાં આવેલ સવાલો પર રાકેશ ટિકૈતે ટિપ્પણી કરી હતી કે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને બીજેપી વચ્ચેનો સંબંધ ઘર જેવો એટલે કે કાકા-ભત્રીજા જેવો છે. જો તેઓ કહેશે તો બીજેપી પણ CAA પાછું ખેંચી લેશે. કૃષિ અધિનિયમને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી, વિવિધ સંગઠનો તેમજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો તેમજ રાષ્ટ્રીય નાગરિક અધિનિયમ રજીસ્ટર પણ રદ કરી દેવો જોઈએ.
ટિકૌતે જણાવ્યું કે આખો દેશનુ માર્કેટ પ્રાઈવેટ થઈ રહ્યું છે. આ આંદોલન ચાલુ રહેશે સાથે જ કહ્યું કે ખેડૂતો આંદોલન સ્થગિત કરશે નહિં.
આંદોલનની સુંદરતા એ છે કે રંગબેરંગી ધ્વજ છે અને દરેકનો મુદ્દો એક જ છે. અમારી પાસે ઘણા પ્રશ્નો છે જેના ઉપર સરકાર કોઈ ધ્યાન આપી રહી નથી. તેઓ ખેતીનું ખાનગીકરણ કરી રહ્યા છે. ટિકૈતે સાથે જ જણાવ્યું છે કે આવનાર સમયમાં આ આંદોલન દેશભરમાં ચાલશે.
ટિકૌતે કહ્યું ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ અમારા આંદોલનનો મુખ્ય મુદ્દો છે. ટેનીએ સુગર મિલનું ઉદ્ઘાટન કર્યું, તો મિલની શેરડી ડીએમ ઓફિસમાં જવી જોઈએ. પીએમ મોદી ખૂબ જ મીઠી વાત કરે છે. તેઓએ માફી ન માંગતા અમારા મુદ્દાઓને ઘ્યાનમાં લઈ તેનાં પર કડક ચર્ચા કરવી જોઈએ. અમને 12 મહિના લાગ્યાં છે આ નુકશાનને સમજાવતાં. તેમને માફી ત્યારે જ મળી શકશે જયારે તેઓ લઘુત્તમ ટેકાના ભાવ બહાર પાડશે.
ટિકૌતે સાથે જ જણાવ્યું કે સ્વામિનાથનના રિર્પોટને પણ લાગુ કરાયો નથી. દેશની જનતાને જાણ છે કે ઘઉંનો ભાવ કયારે મળશે. મનમોહન સિંહની સરકાર હતી એ સમયે MSPને લઈ ગુજરાતનાં તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. તે સમિતિએ MSP અંગે કાયદો બનાવવાની યોજના ઘડી હતી, જેનો હજુ સુઘી કોઈ અમલ થયો નથી. તેમણે કહ્યું કે ખેડૂતોને તેમની વાત સરકારને સમજાવવામાં એક વર્ષ લાગી ગયું. મુદ્દો એક નથી, ઘણા છે. બિયારણ બિલ, MSP ગેરંટી, દૂધ નીતિ, વીજળી બિલ જેવા ઘણા મુદ્દા છે, જેના પર ખેડૂતોનો સંઘર્ષ ચાલુ રહેશે.