સુરત: (Surat) હાલમાં રાષ્ટ્રપતિ ગોવિંદ કોવિડ દ્વારા પદ્મશ્રી (Padma Shri) અને પદ્મભૂષણ જેવા ઉચ્ચ એવોર્ડ એનાયત કરાયા તે પૈકી પારસી રંગભૂમિના નાટય કલાકાર સુરતના યઝદી કરંજિયાને (Yazdi Karanjia) પદ્મશ્રી ઓવર્ડ અનાયત રાયો તે ગૌરવની વાત છે. પારસી નાટકો જેવા કે બિચ્ચારો બરજોર, દિનશાજીના ડબ્બા ગુલ, પેસ્તનજીની પોલંપોલ જેવા અનેક નાટકોનું નિર્માણ કરીને દેશ-વિદેશમાં નામના મેળવી છે તે સંદર્ભે તેમને પદ્મશ્રીથી નવાજયા છે.
આમ પણ પારસીઓ પોતાના ધર્મની રક્ષા માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતર્યા હતા અને પારસીઓ જયાં જયાં વસ્યા છે ત્યાં સવયા ગુજરાતીની જેમ જીવી રહ્યા છે. અનેક ક્ષેત્રમાં પારસીઓનું યોગદાન છે, છતાં કદી હક્ક, અધિકારની માંગણી નથી કરી. યઝદી કરંજિયા પારસી સજ્જન ઉપરાંત પારસી રંગમંચના ઉચ્ચ કોટીના કળાકાર છે, પોતે નીચું કદ (ઓછી ઉંચાઇ ધરાવે છે) તથા પારસી કલાકાર તરીકે ઉંચો અભિનય ધરાવે છે.
પારસી નાટકો જેવા કે બિચ્ચારો બરજોર, દિનશાજીના ડબ્બા ગુલ, પેસ્તનજીની પોલંપોલ જેવા અનેક નાટકોનું નિર્માણ કરીને દેશ-વિદેશમાં નામના મેળવી છે તે સંદર્ભે તેમને પદ્મશ્રીથી નવાજયા છે. આજે જૈફ વયે પણ સાયકલ પર સવારી કરે છે. યુવાનોને શરમાવે તેવી તાજગી-સ્ફુર્તિ ધરાવે છે. અને હજીય સાઈકલ પર ટ્યૂશન ક્લાસિસમાં જાય છે. આ લખનારને કરંજિયા સાથે ખુબ નિકટનો નાતો રહ્યો છે, આથી કામ કહે છે, અમો જન્મે પારસી છીએ, કર્મે ગુજરાતી છીએ, દેશદાઝની વાત આવે તો પુરેપુરા હિન્દુસ્તાની છીએ, રમુજી સ્વભાવ યઝદી કરંજિયાને સલામ સાથે શુભેચ્છા.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.