National

સુરતમાં વિચિત્ર ઘટના બની: ઊંઘતી મહિલાને જગાડવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી

સુરત: (Surat) ગોપીપુરાના કાજીનું મેદાન સ્થિત એક કોમ્પ્લેક્ષમાં બીજા માળે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને એક વૃદ્ધા નિંદ્રા માણી રહ્યા હતા. પરિવારજનોએ દરવાજો ખખડાવતા દરવાજો નહીં ખોલતા પરિવારજનોનો શ્વાસ અધ્ધર થઇ ગયો હતો. જેને લઇને તેમણે ફાયર વિભાગની મદદ લઇને દરવાજો ખોલતા રાહતનો શ્વાસ લીધો હતો.

  • અડધો કલાક સુધી ઘરના સભ્યોએ દરવાજો ખખડાવ્યો પરંતુ તે ઉઠી નહીં
  • ગભરાયેલા પરિવારજનોએ ફાયરબ્રિગેડની મદદ માંગતા ફાયરના જવાનો પહોંચ્યા

ફાયર વિભાગ (Fire Depatment) પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારની રાત્રે ગોપીપુરાના (Gopipura) કાજીનું મેદાન પાસે મહાવીર કોમ્પ્લેક્ષમાં રહેતા 62 વર્ષ હીનાબેન ઠક્કર બીજા માળે ફ્લેટના રૂમનો દરવાજો બંધ (Door lock) કરીને સુઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યોએ અડધોથી એક કલાક સુધી દરવાજો ખખડાવતા અંદરથી તેમણે જવાબ આપ્યો ન હતો. જેથી તેમના પરિવારના સભ્યોમાં અનેક પ્રકારની શંકાઓ સેવાઈ હતી કે દરવાજો અંદરથી લોક થઈ ગયો હશે. જેથી આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ફાયર જવાનોએ સીડી પરથી ચડીને બીજા માટે ગેલેરીમાંથી રૂમમાં ગયા હતા ત્યારે હીનાબેન મીઠી નિંદ્રા માણી રહ્યા હતા અને રૂમનો દરવાજો અંદર થી બંધ કર્યો હતો. બાદમાં દરવાજો ફાયરજવાનોએ ખોલતા પરિવારના સભ્યો રૂમમાં આવતા વૃદ્ધા જાગ્યા હતા. જેથી તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top