ગોધરા: ગોધરા સબજેલનો જેલ સિપાઈ હિતેશ રબારી રૂપિયા 400 ની લાંચ લેતા એ.સી.બી એ રંગેહાથ ઝડપી પાડયો હતો. લાંચના છટકામાં ઝડપાઇ ગયેલ જેલ સિપાઈ એ જેલમાંથી આરોપીને છોડાવવા માટે લાંચની રકમ માંગી હતી.એ.સી.બી ની ટ્રેપ ને લઈને લાંચિયા બાબુઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં નવા વર્ષ પૂર્ણ થતા ની સાથે જિલ્લાની એ.સી.બી કચેરી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી. જિલ્લા મથક ખાતે આવેલી એ.સી.બી કચેરીને આધારભુત માહિતી મળેલ કે જિલ્લા સબ જેલ ગોધરા ખાતે જેલમાં રહેલ કેદીઓ જામીન મુક્ત થયેલ હોય તેવા કેદીઓને જેલમાંથી છોડવા પેટે રૂ.૧૦૦/- થી રૂ.૫૦૦/- લાંચ પેટે લેવામાં આવે છે .
મળેલ માહિતીના આધારે એ. સી.બી અધિકારી ડીકોયરનો સહકાર મેળવી ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.સી.બી ની ટીમ એ ડીકોયરના સંબંધી ગુનાના કામે સબ જેલ ગોધરા ખાતે હોય અને તેઓને નામદાર કોર્ટે જામીન ઉપર મુક્ત કરેલ હોય તે અંગે સદર આરોપી ને નામદાર કોર્ટે જેલ મુક્ત કરવા હુકમ થયેલ હોય જે કામે ડીકોય છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ સિપાઈ હિતેશ રબારી એ જામીન પર છોડવવા માટે રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી જોકે તેને સ્વીકારી તે પૈકી રૂપિયા ૧૦૦ ડીકોયરને પરત આપીને રૂપિયા ૪૦૦ ની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.