SURAT

સુરતમાં યુવતી સાથે વોટ્સએપ પર દોસ્તી કરી, ફોટા પાડ્યા અને પછી યુવકે એવી હરકત કરી કે યુવતીનો પરિવાર દોડતો થઈ ગયો

સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં રહેતી યુવતી (Girl) સાથે વોટ્સએપ (Whatsapp) ઉપર મિત્રતા (Friendship ) કેળવી મળવા બોલાવી ફોટો (Pictures) પાડી બાદમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર યુવતીના ફોટા અપલોડ કરી બદનામ કરી હતી. સાયબર ક્રાઈમ (Cyber crime) પોલીસે (Police) બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની (Student) ધરપકડ (Arrest) કરી વધારે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી પર સાત મહિના પહેલા એક અજાણયા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારબાદ ગત મે 2021 થી અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અડાજણમાં રહેતી આ યુવતીને વોટ્સએપ ઉપર મેસેજ મોકલતો હતો. યુવતીનો પીછો કરી તેની સાથે મિત્રતા કરી ઘરની બહાર મળવા બોલાવી હતી. અને યુવતી સાથે ફોટો લઈ લીધો હતો. અને ત્યારપછી જો યુવતી રાકેશને મળવા નહીં જાય તો તેના ફોટોગ્રાફસ યુવતીના ઘરના સભ્યોને મોકલી આપવાની ધમકી આપી હતી.

યુવતીના ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી તેનો ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નો પાસવર્ડ મેળવી લીધો હતો. ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નો પાસવર્ડ બદલી નાખી યુવતીની સંમતિ વગર સ્ટોરીમાં ફોટોગ્રાફ્સ તેમજ અન્ય લખાણ પોસ્ટ કરતો હતો. સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી આરોપી રાકેશ ડ્રાયવર ત્રીનાથ સ્વાઇન (ઉ.વ.20, રહે. ૧૦૨૨, બોમ્બે કોલોની, ગણેશપુરા હાઉસીંગ , અમરોલી તથા મુળ ગંજામ, ઓડિશા) ને ઝડપી પાડ્યો હતો. રાકેશ બીકોમમાં અભ્યાસ કરે છે. સાયબર ક્રાઈમ પોલીસે તેની વધારે પુછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top