SURAT

સુરતના અડાજણ વિસ્તારમાં આ સ્પાના નામે ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું

સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને ક્રાઈમ બ્રાંચે છેલ્લા પંદર દિવસમાં બીજું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું છે. અડાજણ ખાતે કોરલ પેલેસમાં કેર મી સ્પાના (Spa) નામે ચાલતું કુટણખાનું ઝડપી 4 મહિલાઓને મુક્ત કરાઈ હતી. અને સ્પા માલીક વોન્ટેડ (Wanted) જાહેર કરાયો હતો.

એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને અડાજણ વિસ્તારમાં ગૌરવપથ રોડ પાસે સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે અડાજણ નક્ષત્ર એમ્બેસીથી ગૌરવપથ રોડ પાસે આવેલા શેવીઓન ચાર રસ્તાની સામે “કોરલ પેલેસના બીજા માળે દુકાન નં. 6/12 કેર મી સ્પા / મસાજની દુકાનમાં રેડ કરી હતી. દુકાનના માલીક સાગર ખાને દુકાન ભાડેથી રાખી હતી. દુકાનમાં સંચાલક તરીકે સલામ ઉધ્ધીન ઉર્ફે સાહિદ નિયાઝઉધ્ધીન શેખ (રહે – કેર મી સ્પા / મસાજ નામની દુકાનમાં તથા મુળ કલકત્તા) પાસેથી એક મોબાઇલ ફોન, રોકડા 1420 રૂપિયા મળી કુલ 4420 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્પામાંથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાઈ હતી. તથા સ્પા માલીકને વોન્ટેડ જાહેર કરાયો હતો. અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ધી ટ્રાફિક પ્રિર્વેશન એક્ટ તથા આઇ.પી.સી.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહિ કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

13 વર્ષની સગીરા સાથે બળાત્કાર કરનાર આરોપીને કોર્ટે 2૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો

સુરત: ડભોલીમાં ટ્યુશન ક્લાસીસથી ઘરે આવતી 13 વર્ષની સગીરા સાથે બળાત્કાર કરનાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી 2૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો, આ સાથે જ પીડિતાને ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગત મુજબ ડભોલીના રહેતી એક ૧૩ વર્ષની સગીરા દરરોજ બપોરના સમયે ટ્યુશન ક્લાસ જતી હતી અને સાંજે પાંચ વાગ્યે પરત ઘરે પણ આવી જતી હતી. આ દરમિયાન જૂન 2019 માં સગીરા ટ્યુશન ક્લાસ ઘરે પરત ફરી ન હતી, સગીરાની માતાએ ટ્યુશન ક્લાસીસ જઈને તપાસ કરતાં સગીરા નીકળી ગઈ હતી પરંતુ તે ઘરે પહોંચી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સગીરા ગુમ થવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, બીજી તરફ પોલીસ અને સગીરાના સંબંધીઓએ જાતે મળીને તપાસ કરતા સગીરાને ડભોલી પાસે પાયલ પાર્કિંગના ખુલ્લા પ્લોટમાં રહેતો અને ત્યાંજ ચા નાસ્તાની લારી ચલાવતો 28 વર્ષીય દિનેશ ઉર્ફે રાજુ ચુનારામ ભીલ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરા અને દિનેશ બંને રાજસ્થાનથી મળી આવ્યા હતા, પોલીસે સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું, આ સાથે જ આરોપી દિનેશને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફે મેડિકલ પુરાવો, સીસીટીવી કેમેરા, નજરે જોનારા સાહેદો અને એફએસએલનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો બાદ આરોપી દિવ્યેશને બળાત્કારના ગુનામાં તકસીરવાન ઠેરવી હતી અને ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે ૧૩ વર્ષની પીડિતાને રૂપિયા ત્રણ લાખનું વળતર આપવા માટે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ને આદેશ આપ્યો હતો.

બળાત્કારની ઘટનાને એફએસએલના રિપોર્ટથી સમર્થન મળ્યું હતું.
સગીરા તથા આરોપીના એફએસએલ બાયોલોજીકલ તથા સીરોલોજીકલ અહેવાલ રજૂ કર્યો હતો. સગીરાના કપડામાં મળેલું વીર્ય તથા યુરેથ્રલ વજાઈનલ સ્વેબ, આરોપીના લોહીના નમૂના સહિતના પુરાવાઓનું સમર્થન મળ્યું હતું.

Most Popular

To Top