SURAT

સુરત રેલવે સ્ટેશન પર રોજના માત્ર 700 મુસાફરોનું ટેસ્ટીંગ, બમણા મુસાફરો વગર ટેસ્ટિંગે જ નિકળી જાય છે

સુરત: (Surat) શહેરમાં મહત્ત્વના એન્ટ્રી પોઇન્ટ ગણાતા સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ઉપર દરરોજ હજ્જારો મુસાફરો ( Passengers) બહારથી આવી રહ્યા છે. વધુ ટેસ્ટીંગનો આગ્રહ રાખતા તંત્રને સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે, તંત્ર દરરોજ 700 જેટલા ટેસ્ટીંગ કરી રહ્યું છે, પરંતુ તેથી બમણા મુસાફરો ટેસ્ટીંગ (Testing) વગર જ જતા રહ્યા હોવાની પણ વિગતો બહાર આવી છે. અઠવાડિયામાં પાંચ હજારથી પણ વધુનું ટેસ્ટીંગ થયું, પરંતુ તેથી બમણા મુસાફરો ટેસ્ટીંગ વગર જ જતા રહ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના વેકેશનમાં બહાર ફરવા ગયેલા લોકોનું ટેસ્ટીંગ ફરજીયાત કરી દેવાના નિર્ણયનો અમલ કરવામાં તંત્રને ખુબ પરસેવો પડી રહ્યો છે. જેમ-જેમ વેકેશન ખુલી રહ્યું છે અને વિવિધ બજારો ધમધમવા લાગ્યા છે તેવી રીતે જ બહારથી આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. બહારથી આવનારા લોકો કોરોના ન ફેલાવે અને તેઓ જાતે જ સુરક્ષિત રહે તે માટે ટેસ્ટીંગને ફરજીયાત કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન ઉપર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે, તેની સામે સ્ટાફના અભાવે માત્ર 700 વ્યક્તિના જ ટેસ્ટીંગ થઇ રહ્યા છે. દિવાળી બાદ અત્યાર સુધીમાં રેલવે સ્ટેશન ઉપર જેટલું ટેસ્ટીંગ થયું તેના કરતા વધુ મુસાફરો ટેસ્ટીંગ કર્યા વગર જ પોતાના ઘરે પહોંચી ગયા હોવાની પણ વિગતો મળી છે. ત્યારે સુરત મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર સ્ટાફ વધારીને ટેસ્ટીંગ કરવામાં આવે તે જરૂરી છે. મનપાના જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશન ઉપર દરરોજ 700થી જેટલા મુસાફરોના રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સુરત રેલવે સ્ટેશન ઉપર 5000થી વધુ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરાયા હોવાનું તેઓએ કહ્યું હતું.

ટેસ્ટીંગ કરાવવા માટે લાંબી લાઇનથી મુસાફરો અકળાયા
રેપીડ ટેસ્ટ માટે ઓછામાં ઓછા 10 થી 15 મીનીટનો સમય લાગે છે. ત્યારે સુરત મનપા દ્વારા હાવડા ટ્રેન, બુરાની એક્સપ્રેસ, જેતપુર-બાંદ્રા એક્સપ્રેસ, પશ્ચિમ- અમૃતસર એક્સપ્રેસ, જમ્મુતાવી, ઝાસી- બાંદ્રા, સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી આવતા મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ મુસાફરોને લાંબી લાઇનમાં ઊભા રહેવાનો સમય આવતા તેઓ રેલવે સ્ટેશન ઉપર અકળાયા હતા, અને કેટલાક મુસાફરો ટેસ્ટીંગ વગર જ પોતાની મનમાની કરીને જતાં રહ્યા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે.

Most Popular

To Top