આપણાં પ્રધાન મંત્રી મોદીજીએ રાબેતા મુજબ કાશ્મીરનાં નૌસેરા ખાતે દીવાળી ઉજવતા જવાનોને સંબોધિત કરતા કહ્યું કે ‘આપણે આપણી યુધ્ધ ક્ષમતાઓ વિસ્તારવાની જરૂર છે.’વાત સાચી છે! પરંતુ નિર્ણયો તો તમારે લેવાના છે જવાનો તો જાનની બાજી લગાવવા હંમેશા તૈયાર છે. સુરક્ષા સંશોધનોની નિયમીત જાણાકરી રાખનારાઓ પણ જાણે છે કે આપણે ક્યાં શું તૈયારીની જરૂર છે! ભારતની સુરક્ષા તૈયારીઓ માત્ર સ્થાનીક યુધ્ધનો જવાબ આપવા પુરતી જ છે. જ્યારે પડોશી ચીન વિશ્માં ગમે ત્યાં યુધ્ધ લડવાની ક્ષમતા ધરાવે છે. આપણી પાસે માત્ર બેલેસ્ટીક મિસાઈલો છે જે માત્ર જમીન ઉપરથી જ પ્રહાર કરી શકે છે.
આપણી પાસે બે વિમાનવાહક યુધ્ધ જહાજો હોવા છતા આપણે દરિયામાંથી કે યુધ્ધ વિમાનમાથી લાંબા અંતરે પ્રહાર કરી શકે તેવી મિસાઈલ સિસ્ટમ નથી જે મેળવવી જરૂરી છે. પેન્ટાગોન (અમેરિકા)ના તાજા અહેવાલ મુજબ ચીને એવો ઉપગ્રહ ચડાવ્યો છે જે ચીન ઉપર હુમલો કરવા ધસી આવતા કોઈ પણ શત્રુ વિમાનને ભર આકાશે તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આનો જવાબ આપણી પાસે નથી. આ ઉપરાંત ચીને વિકસાવેલ માનવ રહિત ડ્રોન વિમાનો હિમાલયના પહાડો ઓળંગીને દીલ્લી સહીતના સમગ્ર ઉત્તર પૂર્વ ભારત ઉપર ભારે પ્રહારક બોમ્બ કે મિસાઈલ હુમલાઓ કરી શકે છે. આપણી પાસે આવા ડ્રોન વિમાનોને તોડી પાડવાની કોઈ વ્યવસ્થા નથી. આ બધી કમીઓ અને ખામીઓ સુધારવાના નિર્ણયો તમારે જ લેવાના છે.
સુરત. – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.