World

કોરોનાવાયરસના કેસો, મૃત્યુઓમાં ઉછાળાથી વિશ્વનો કોઇ પ્રદેશ બાકી નથી

તુર્કીમાં અને પોલેન્ડમાં હોસ્પિટલો ઝડપથી ભરાઇ રહી છે. કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર નિયંત્રણો લાદી રહ્યું છે. થાઇલેન્ડ, કે જેણે કોરોનાવાયરસના રોગચાળામાં અન્ય દેશોની સરખામણીમાં વધુ સારી કામગીરી કરી છે તે પણ હવે કોવિડ-૧૯ના નવા ઉછાળા સામે ઝઝૂમી રહ્યું છે.

એવા દેશો કે જ્યાં રસીકરણના કાર્યક્રમમાં છેવટે કંઇક વેગ આવ્યો છે ત્યાં પણ ચેપના કેસો, હોસ્પિટલાઇઝેશનો અને મૃત્યુઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. અને જ્યાં વ્યાપક રસીકરણ કાર્યક્મ હજી શરૂ થઇ શક્યો નથી તેવા ઘણા દેશોમાં તો ચિત્ર વધુ ખરાબ બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને આજે જણાવ્યું હતું કે તે એ બાબતે ઘણુ ચિંતિત છે કે ચેપના કેસો આખા વિશ્વના પ્રદેશોમાં વધી રહ્યા છે, જે નવા વાયરસ વેરિઅન્ટથી દોરાઇ રહ્યા છે અને ઘણા બધા દેશો અને લોકો લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે તેનાથી દોરાઇ રહ્યા છે.

અમે છેલ્લા છ સપ્તાહથી વિશ્વભરમાં કેસોમાં વધારો જોયો છે. અને હવે, દુ:ખદ રીતે, છેલ્લા ત્રણ સપ્તાહથી મૃત્યુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ના એક પ્રવકતા ડો. માર્ગારેટ હેરીસે જીનીવામાં એક બ્રિફિંગમાં જણાવ્યું હતું.

પોતાના છેલ્લામાં છેલ્લા સાપ્તાહિક એપિડેમિઓલોજીકલ અપડેટમાં હુએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ના નવા કેસો સતત છઠ્ઠા સપ્તાહે વધ્યા છે, જેમાં ગયા સપ્તાહે ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા. નવા મૃત્યુઓમાં ગયા સપ્તાહની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો થયો છે, જે ૭૧૦૦૦ કરતા વધુ નોંધાયા છે.

Most Popular

To Top