Dakshin Gujarat

ATM કાર્ડ બદલી પૈસા ઉપાડી લેનાર ઠગ પાસેથી 99 ડેબિટ કાર્ડ પકડાયા

વલસાડ : વલસાડ તિથલ રોડ પર એક ખાતા ધારકનું એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ બદલી તેના કાર્ડમાંથી રૂ. 4.06 લાખ ઉપાડી લેનાર ઠગને વલસાડ સિટી પોલીસે પકડી પાડ્યો છે. હરિયાણાના આ ઠગની તપાસ હાથ ધરતા અનેક ગુનાના ભેદ ખૂલ્યા છે. પોલીસ તપાસમાં ઠગ પાસે થી 99 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

આ સંદર્ભે વિગત આપતા વલસાડ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, ગત 19 નવેમ્બરના રોજ વલસાડ નજીકના ઉંટડી ગામના રહીશ અને દુબઇ નોકરી કરતા રમેશ પટેલ તેમનો એટીએમ કાર્ડ લઇ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે ત્યાં ઉપસ્થિત ઠગોએ તેમનો એટીએમ કાર્ડ પૈસા ઉપાડવાના બહાને શિફતાઇથી બદલી કાઢ્યું હતુ. તેની સાથે વાત કરી તેનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતુ. ત્યારબાદ પીન પણ યેનકેન પ્રકારે જાણી લઇ તેઓ એ જુદા જુદા સ્થળેથી તેના ખાતામાંથી રૂ. 4,06,038 ઉપાડી લીધા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેની તપાસ દરમિયાન આ ઠગાઇ કરનાર જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રઘબીર માહલા (ઉ.વ.44 રહે. હિસાસ હરિયાણા) ને પકડી પાડ્યો હતો.

પોલીસે જીતેન્દ્ર ઉર્ફે રાજેશની તપાસ હાથ ધરતા 99 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તે પોતાના સાથીદારો સાથે હરિયાણાથી કારમાં નિકળ્યો હતો. રસ્તામાં જ્યાં આવો મોકો મળે ત્યાં એટીએમમાંથી ઠગાઇ કરતો હતો. તે ભોળા ભાળા લોકોને ટારગેટ બનાવતો હતો. જ્યારે આવા કોઇ વ્યક્તિ એટીએમમાં જાય ત્યારે તે પણ પાછળ જાય અને તેને પૈસા કાઢવાની મદદ કરવાના બહાને તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. જેની પુછતાછ કરતા તેણે રાજસ્થાન, ગુજરાત અને દમણમાં અનેક લોકોના કાર્ડ બદલ્યા હતા. હાલ પોલીસે તેના સાથીદારોને પકડવા કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top