સુરત: શહેરમાં શનિવારથી તા. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી અને હવે અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. અઠવાડિયામાં માત્ર મંગળવાર, ગુરૂવાર તેમજ શનિવારે વેક્સિનેશનની કામગીરી કરાશે.
જે અંતર્ગત વેક્સિનેશનના પ્રથમ દિવસ બાદ શહેરમાં મંગળવારે વધુ 1297 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી. અને ત્રીજા તબક્કામાં ગુરૂવારે વધુ 1356 હેલ્થ વર્કરોને વેક્સીન મુકવામાં આવી હતી. ત્રણ તબક્કામાં કુલ 3900 હેલ્થ વર્કરોને વેક્સીન આપવામાં આવી છે આવી છે.
શહેરમાં શનિવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શનિવારે 1247 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે વધુ 1297 અને ગુરૂવારે 1356 હેલ્થ વર્કરોને વેક્સીન મુકાઈ હતી. શહેરમાં હાલમાં કુલ 14 વેક્સિનેશન સેન્ટરો નક્કી કરાયા છે. જ્યાં ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે.
શહેરમાં કુલ 40,000 જેટલા હેલ્થ વર્કરોને પ્રાથમિક તબક્કામાં વેક્સિન આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ 3900 હેલ્થ વર્કરોને વેક્સિન મુકી દેવાઈ છે. જેમાં ગુરૂવારે 662 સરકારી તેમજ 694 ખાનગી હેલ્થ વર્કરોને વેક્સીન મુકવામાં આવી હતી.
કયા સેન્ટર પર કેટલા લોકોને વેક્સિન મુકાઈ?
સેન્ટર-સંખ્યા
મહાવીર હોસ્પિટલ-101
સ્મીમેર-111
યુનિટી હોસ્પિટલ-72
પીપી સવાણી હોસ્પિ.-96
એસ.ડી ડાયમંડ હોસ્પિ.-75
યુનાઈટેડ ગ્રીન હોસ્પિ.-89
શેલ્બી હોસ્પિ.-99
કિરણ હોસ્પિ.-97
આરોગ્યમ હોસ્પિ.-76
એપલ હોસ્પિ.-82
નવી સિવિલ હોસ્પિ.-112
ભાઠેના-127
ટ્રાઈસ્ટાર હોસ્પિટલ-107
મિશન હોસ્પિટલ-112
કુલ-1356