ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને સોંપવામાં આવી છે. 20મી ફેબ્રુઆરીને શનિવારના સવારે 9 વાગ્યાથી બેન્કના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર હાજર થવાનો રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા આદેશ કરાયો છે.
જેના પગલે આવતીકાલે તા. 20 ફેબ્રુઆરી શનિવારે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કર્મચારીઓની અછત સર્જાશે. લગભગ 90 ટકા શાખાઓ પર કામકાજ 50 ટકા બંધ રહે તેવી શક્યતા છે.
આ પરિસ્થિતિ સોમવારે પણ જોવા મળી શકે છે. ચૂંટણી કમિશનરના પરિપત્ર અનુસાર રવિવારે મતદાનના દિને જો મોડે સુધી ચૂંટણી ફરજ બજાવી હોય તો તેવા કર્મચારી સોમવારે બેંકમાં રજા રાખશે તો તેઓને ઓન ડ્યૂટી જ માની લેવામાં આવશે.
તેથી સોમવારે પણ મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ ફરજથી દૂર રહે તેવી શક્યતા વચ્ચે સોમવારે પણ બેન્કિંગને અસર પડશે અને ગ્રાહકોએ પોતાના બેન્કના કામકાજ માટે મંગળવાર સુધી રાહ જોવી પડશે.