ઈન્દોર, તા. 30 દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્વચ્છતાના નામે માનવતાને ભૂલી ગયા છે. તેઓ ભીખ માંગીને પેટ ભરતા વૃદ્ધોને વાહનમાં ભરીને બીજી જગ્યાએ લઈ જઈને છોડી દીધા હતા. આ વૃદ્ધોને ગાડીમાં બેસાડતા અને ઉતરતા સમયે તેમના હાલતની કોઈ કાળજી લેવાઈ ન હતી. ત્યાના દુકાનદારોએ પાલિકાના અધિકારીઓની કાર્યવાહીનો વીડિયો ઉતાર્યો હતો.
પાલિકાના અધિકારીઓએ તેમણે બીજી જગ્યાએ જઈને છોડી દીધા હતા. પરતું, લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા તેઓ પાછા મૂળ જગ્યાએ મૂકી ગયા હતા. આ દરમિયાન ખાવા-પીવા માટે કોઈ સગવડ કરવામાં આવી નહોતી. વિડીયો બનાવનાર દુકાનદાર રાજેશ જોશીએ જણાવ્યુ કે, પાલિકાની ગાડીમાં કેટલાક વૃદ્ધ લોકોને લાવવામાં આવ્યા હતા.
પાલિકાના કર્મચારીઓ તેમણે ઉતારવા લાગ્યા અને જે ઉતરી શકતા નહોતા તેમને ઉપાડી-ઉપાડીને પાડવામાં આવતા હતા. પાલિકાના અધિકારીઓને પૂછવા પર કહ્યું કે, આ લોકો ઈન્દોરમાં ગંદકી ફેલાવે છે. ત્યાના સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. અહી લવાયેલા લોકોમાં 10-12 વૃદ્ધ અને 2 મહિલાઓ હતી, તેમના કપડાં રસ્તા ફેલાયેલા જોવા મળ્યા હતા.
એકટર સોનુ સૂદ આ લોકોને રહેવાની જગ્યાની સાથે ન્યાય અપાવવા તૈયારી બતાવી હતી. આ મામલે સીએમ શિવરાજસિંહ ચૌહાણે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે જવાબદાર ડેપ્યુટી કમિશનર સહિત અન્ય 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.