SURAT

રસ્તાના ખાડા પૂરવા 98 કરોડનો ખર્ચ!, જાણો SMC એક ખાડો પૂરવા કેટલા રૂપિયાનો ધૂમાડો કરે છે..

સુરત: દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે અને મનપા દ્વારા રસ્તા રિપેરિંગ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તા ખરાબ જ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયા છે.

વિપક્ષના સભ્ય મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફક્ત રોડ રસ્તા રિપેરિંગ પાછળ ખર્ચવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન મનપાએ 98 કરોડ જેટલો ખર્ચ રસ્તા રિપેરિંગ પાછળ કર્યો હતો, જેમાં 5331 ચો.મી.રોડ રિપેરિંગ કરવામાં આવ્યા હતાં. મતલબ કે એક ખાડો એક ચો.મી.નો ગણીએ તો 1,84,000 રૂપિયાનો અંદાજિત ખર્ચ ફક્તને ફક્ત એક ખાડા રિપેર કરવા પાછળ થયો છે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં રસ્તાની હાલત હજી પણ ખરાબ જ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તાના રિપેરિંગ પાછળ સરેરાશ 250 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. અઢીસો કરોડના ધુમાડા પછી પણ સુરતના રોડ રસ્તાની હાલત ‘જૈસે થે’ જેવી જ રહેવા પામી છે. મનપા દ્વારા રસ્તા બનાવાયા બાદ પણ તુરંત જ એક-બે વર્ષમાં જ રસ્તા રિપેર કરવાની નોબત આવી રહી છે તેવા આક્ષેપ વિપક્ષી સભ્ય દ્વારા સામાન્ય સભામાં કરાયા હતા.

મહેશ અણઘણે 11 રસ્તાઓની યાદી આપી હતી, જે રસ્તા બન્યા બાદ તુરંત જ રિપેર કરવા પડ્યા છે.

રસ્તા ઈજારદાર કામગીરી પૂર્ણ થઈ રિપેરિંગની તારીખ

  • ભેસ્તાન ગાર્ડન રોડ ભવાની કન્સ્ટ્રક્શન 21-02-23 1-07-23
  • ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ ભવાની કન્સ્ટ્રક્શન 3-3-23 1-7-23
  • તિરૂપતિ સર્કલ રોડ મારૂતિ નંદન કન્સ્ટ્રક્શન 4-09-21 5-7-23
  • ચંદ્રશેખર આઝાદ બ્રીજથી
  • માનવધર્મ આશ્રમ રોડ એમ.એ.પટેલ 22-4-22 21-9-22
  • દિલ્હી ગેટથી અમિષા હોટલ રોડ સુમનભાઈ ઝેડ પટેલ 5-4-23 7-8-23
  • પટેલવાડીથી અમિષા હોટલ રોડ સુમનભાઈ ઝેડ પટેલ 22-5-23 8-8-23
  • બુટભવાનીથી કાંગારું સર્કલ એમ.એ.પટેલ 22-2-22 16-2-23
  • ગોડાદરા હળપતિવાસ-માનસરોવર મારૂતિનંદન કન્સ. 29-12-22 8-8-23
  • નવાનગર રોડ લિંબાયત શ્રીજી કન્સ. 22-2-22 25-8-23
  • અડાજણ મીલીંદપાર્ક સોસા. અંબિકા કન્સ. 14-4-22 5-10-22
  • મહાલક્ષ્મી મંદિર ક્લાસીક પોઈન્ટ અંબિકા કન્સ. 9-6-22 21-9-22

Most Popular

To Top