ભારતમાં કોરોનાવાયરસના ચેપના નવા કેસો આજે પ૩૪૭૬ નોંધાયા હતા જે આ વર્ષમાં સૌથી ઉંચો આંકડો છે અને આ વર્ષ દરમયાન પ્રથમ વખત નવા દૈનિક કેસો પચાસ હજારના આંકડાની ઉપર ગયા છે.
આરોગ્ય મંત્રાલયે ગુરુવારે બહાર પાડેલા આંકડા મુજબ નવા ૫૩૦૦૦થી વધુ કેસો સાથે દેશમાં કોવિડ-૧૯ના કુલક કેસો ૧૧૭૮૭૫૩૪ થયા છે. દેશમાં એકટિવ કેસો સતત ૧પમા દિવસે વધ્યા છે અને તે હાલ ૩૯પ૧૯૨ છે જે કુલ કેસોના ૩.૩પ ટકા છે. જ્યારે દેશમાં રિકવરી રેટ વધુ ઘટીને ૯પ.૨૮ ટકા થયો છે એમ આ આંકડાઓ જણાવતા હતા.
આજે નોંધાયેલા નવા કેસો એ ૧૫૩ દિવસમાં સૌથી ઉંચો આંક છે. નવા ૨પ૧ મૃત્યુઓની સાથે દેશમાં કુલ મૃત્યુ આંક વધીને ૧૬૦૬૯૨ થયો છે એમ આજે સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડાઓ જણાવતા હતા.
દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૧૧૨૩૧૬પ૦ થઇ છે જ્યારે દૈનિક મૃત્યુ દર ઘટીને ૧.૩૬ ટકા થયો છે. દેશમાં સાતમી ઓગસ્ટે કેસોએ ૩૦ લાખનો આંકડો વટાવ્યો હતો, ૨૩ ઓગસ્ટે ૪૦ લાખ અને ૨૯ ઓકટોબરે ૮૯ લાખનો આંકડો થયા ૧૯ ડીસેમ્બરે એક કરોડનો આંકડો વટાવ્યો હતો.