દુબઇના નાયબ શાસક અને સંયુક્ત અરબ અમીરાતના નાણાંમંત્રી શેખ હમદાન બિન રાશિદ અલ મકટુમનું નિધન થયું છે. એમ તેમના ભાઈએ બુધવારે જણાવ્યું હતું. તેમની ઉંમર 75 વર્ષ હતી.
શેખ હમદાન તેના ભાઇ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકટુમના શાસન હેઠળ દુબઇના નાયબ શાસક તરીકે સેવા આપી રહ્યા હતા. અમીરાતના અધિકારીઓએ તેમની મૃત્યુનું કારણ સ્પષ્ટ કર્યા વિના તેમના મૃત્યુની ઘોષણા કરી હતી.
શેઠ હમદાનની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ હતી. હાલમાં જ તેઓ એક અનિશ્ચિત ઓપરેશન માટે વિદેશમાં ગયા હતા અને તાજેતરના અઠવાડિયામાં તેમના ભાઇ શેખ મોહમ્મદે તેમની રિકવરી માટે ટ્વિટ કરીને પ્રાથના કરી હતી.
તેમણે આંતરરાષ્ટ્રીય વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઑપેક) ફંડમાં અમીરાતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. શેઠ હમદાને દુબઈ પોર્ટ્સ ઑથોરિટી, દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને દુબઇ નેચરલ ગેસ કંપની લિમિટેડ જેવા ઘણા સંગઠનો સંભાળ્યા હતા.