કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી શકે છે. પરંતુ, આ માટે લાંબી પાળીમાં કામ કરવાની જરૂર પડી શકે છે.
લેબર સેક્રેટરી અપૂર્વાચંદ્રાના જણાવ્યા અનુસાર, અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ ચાલુ રહેશે, પરંતુ કંપનીઓને ત્રણ પાળીમાં કામ કરવાની છૂટ મળી શકે છે. ચંદ્રાના જણાવ્યા મુજબ, 12,10 અને 08 કલાકની શિફ્ટ ધરાવતા કર્મચારીઓને અઠવાડિયામાં અનુક્રમે 4, 5 અને 6 કલાક કામ કરવું પડશે.
ચંદ્રાને કહેવું છે કે, કર્મચારીઓ અથવા કંપનીઓ ઉપર ત્રણ પાળી અંગે કોઈ દબાણ રહેશે નહીં. બદલતા વર્ક કલ્ચર સાથે તાલમેલ બનાવવા આ જોગવાઈ કરવામાં આવી રહી છે. આ લેબર કોડનો ભાગ હશે. એકવાર નવા નિયમો અમલમાં આવ્યા પછી કંપનીઓને 4 અથવા 5 દિવસના કાર્યકારી અઠવાડિયા માટે સરકારની મંજૂરીની જરૂર નહીં રહે.
ચંદ્રાનું કહેવું છે કે, કંપનીઓએ નવું વર્ક અઠવાડિયું શરૂ કરતા પહેલા કર્મચારીઓને રાજા આપવી પડશે. જો કંપનીઓ 4-દિવસીય વર્ક સપ્તાહ પસંદ કરે છે, તો કર્મચારીઓને 3 અને 5 દિવસ વર્ક અઠવાડિયાની પસંદગી કરે તો કર્મચારીઓને 2 દિવસની રજા આપવી પડશે. આ અંગે નિષ્ણાતો કહે છે કે નવા લેબર કોડ લાગુ થયા પછી કંપનીઓને 8 થી 12 કલાકનો વર્ક ડે પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. સરકારનો આ નિર્ણય કર્મચારીઓના કામના તણાવને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.