Vadodara

શહેરમાં વધુ 908 વ્યક્તિ કોરોના સંક્રમિત : 7 મોત

       વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 7 મરણ નોંધાતા મોંતની સંખ્યા 538 પર પહોંચી હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 10,526 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 908 પોઝિટિવ અને 9,618 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 9,970 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 9,160 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 810 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 489 અને 321 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 8,782 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 925 વ્યક્તિઓને રજા અપાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 59,976 ઉપર પહોંચ્યો છે.

વીતેલા 24 કલાકમાં શંકાસ્પદ વધુ 3 દર્દીના મોત

વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાની બીજી લહેરે ઝડપ પકડ્યા બાદ હવે તેની ગતિ ધીમી થઈ છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જ્યારે કોરોના અને શંકાસ્પદ કોરોનાના કારણે મોતનો આંક પણ ઘટવા માંડ્યો છે.વીતેલા 24 કલાકમાં શહેર અને જીલ્લામાં શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા વધુ 3 દર્દીઓના મોત નિપજયા હતા. જેઓની કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમક્રિયા કરવામાં આવી હતી. વડોદરા શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.જ્યારે શહેર અને જીલ્લામાં શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા મૃત્યુઆંક પણ ઓછો થવા લાગ્યો છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં સતત વધારો, વધુ 9 દર્દી દાખલ

શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થતો જોવા મળી રહયો છે. રાજય સરકારની સૂચના મુજબ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ માટે વોર્ડ નં.19 ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ કેસો વધતા  વધુ એક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.   સોમવારે  મ્યુકરમાઈકોસિસના વધુ 9 દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. અને 10 દર્દીઓની બાયોપ્સીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી.   સોમવારે એક દર્દીને રજા આપવામાં આવી હતી જ્યારે એક દર્દીનું મોત થયું હતું. 

દર્દીઓને સલામતી માટે અન્ય સ્થળે ખસેડાયા

શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રભાવ થી વરસાદ થવાની અને વેગીલા પવનો ફૂકાવાની શક્યતા છે.તેને અનુલક્ષીને તકેદારી અને અગ્રિમ આયોજનના ભાગરૂપે અટલાદરા સત્સંગ સ્થળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના 145 કોવિડ દર્દીઓને તબક્કાવાર અને પૂરતી સાવચેતી સાથે ગોત્રી અને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં.

 સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના સગાઓ માટે પણ એસએસજીના વોર્ડ નંબર ૧૪ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડા સાથે ભારે વરસાદની પણ શક્યતા છે .  દર્દીઓને સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં  સારવાર અપાઇ રહી છે. ત્યારે તેમના સ્વજનો માટે સયાજી હોસ્પિટલના વોર્ડ નંબર ૧૪માં હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પોલિટેકનિક સ્થિત સમરસ હોસ્ટેલમાં પણ કોરોના દર્દીઓના સગાઓને સમરસ મેસમાં વ્યવસ્થા કરાઇ છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ અંગે જણાવ્યું હતું કે  સોમવારે સવારે અહી 210 દર્દીઓ હતા જે પૈકી 65 જેટલાં દર્દીઓને રજા આપી હતી. એન.આર.બી.એમ. પર ના અને વધુ ઓકસીજનની જરૂર વાળા 50 જેટલાં દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે.જ્યારે 95 જેટલાં દર્દીઓ જેમને ઓછા ઓકસીજન ની જરૂર છે અથવા જેઓ રૂમ એર પર છે તેમને સમરસ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top