Charchapatra

90 કલાક કામ, ગુલામ બનાવવાનું યોજનાબધ્ધ ષડયંત્ર?

તાજેતરમાં એક મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન દ્વારા તેમનાં કર્મચારીઓને અઠવાડિયાના 90 કલાક કામ કરવાની સલાહ આપી, સાથે રવિવારે કર્મચારીઓને રજા આપવી પડે છે તે બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું. છેલ્લા થોડા સમયથી કૉર્પોરેટ જગતના જુદા જુદા સીઈઓ તથા માલિકો દ્વારા કામના કલાકો વધારવા અને રજાઓ ઘટાડવાનું સમયાંતરે સૂચન કરવામાં આવી રહ્યાં છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણે એક યોજનાબદ્ધ રીતે આ પ્રકારનો નેરેટીવ બનાવવામાં આવી રહ્યો છે, શું લોકોને ગુલામ બનાવવા માટેનું એક ચોક્કસ ષડયંત્ર ઘડાઈ રહ્યું છે? મૂડીવાદીઓ અત્યારથી આ પ્રકારે ચર્ચા જગાવી કર્મચારીઓનું શોષણ કરી મબલખ નફો કમાવાની ફિરાકમાં છે કે કેમ? માણસને સાચા અર્થમાં મશીન બનાવવાનું વિચારાઇ રહ્યું છે કે કેમ? આ આવનારી પેઢીઓ માટે અને ભાવિ માનવજીવન માટે ખૂબ જ ઘાતક બાબત બની રહેશે.
નવસારી- ડો. ધર્મેશ કાપડીઆ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top