રાજ્યભરમાં દિવસે દિવસે કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. આજે અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી સહિત પાચ મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત જણાઈ છે. આ ઉપરાંત મહેસાણામાં 2 અને આણંદમાં 2 વ્યકિત્તઓ મળીને કુલ 9 નવા ઓમીક્રોનના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 7 થઈ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનમાં 19 વ્યક્તિ સંક્રમિત થઇ છે. અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી અને ચાર મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાય આવ્યું છે. જેમાં એક 42 વર્ષીય મહિલા તાન્ઝાનિયાથી તેમજ એક મહિલા દુબઈથી અને એક મહિલા યુકેથી આવી હોવાનું બહાર આવ્યું છે. મહેસાણામાં ઓમીક્રોનનો દર્દી અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલો છે. આણંદમાં બે નવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટરી તપાસતાં તે બન્ને પુરૂષો તાન્ઝાનિયાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ઓમીક્રોનના અત્યાર સુધીમાં 23 કેસો નોંધાયા છે. જે પૈકી જામનગરના 3 અને સુરતના એક દર્દીને રજા આપી દેવાઈ છે. આમ 19 પોઝિટિવ ઓમીક્રોનના દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાવાર યાદી જોઈએ તો , જામનગરના 3 દર્દી (ત્રણેયને રજા અપાઈ ) , સુરતમાં 2 કેસ (એકને રજા અપાઈ ) ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, વડોદરા મનપામાં 3, આણંદમા 3, અમદાવાદ મનપામાં 7 અને રાજકોટમાં 1 દર્દી સારવાર હેઠળ છે. ઓમિક્રોનથી સંક્રમિત જામનગરના ત્રણ અને સુરતના 1 દર્દી સહિત ચાર દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવી જતાં તેઓ સાજા થઈ ગયા હતા. આ રીતે રાજયમાં ઓમીક્રોનના કુલ 23 કેસો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકયા છે.